ટોચના દાનવીરોની યાદીમાં શિવ નાદર ટોચ પર, મુકેશ અંબાણી બીજા તો ગૌતમ અદાણી સાતમા ક્રમે
નવી દિલ્હી
દેશની ટોચની આઈટી કંપનીઓમાં સામેલ એચસીએલ ટેક્નોલોજીસના ફાઉન્ડર શિવ નાદરે કરોડો ભારતીયોનું દિલ જીતી લીધુ છે. દેશના દાનવીરોની યાદીમાં સૌથી વધુ દાન આપવામાં શિવ નાડર પ્રથમ ક્રમે રહ્યા છે.
EdelGive Hurun India Philanthropy List 2022 મુજબ, HCLના ફાઉન્ડર શિવ નાદર સૌથી વધુ દાન આપનાર અબજોપતિઓની યાદીમાં રૂય 1161 કરોડના દાન સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે, વિપ્રોના ફાઉન્ડર અઝીમ પ્રેમજી, જે ગયા વર્ષે આ યાદીમાં ટોચ પર હતા, તેઓ બીજા ક્રમે રહ્યા છે.
શિવ નાદરે નાણાકીય વર્ષ 2021-22માં દૈનિક ધોરણે રૂ. 3.18 કરોડનું દાન કર્યું હતું. જ્યારે અઝીમ પ્રેમજીએ 1.32 કરોડનું એવરેજ દાન સાથે કુલ 3.18 કરોડનું દાન કર્યું હતું.
ટોપ-10 દાનવીરોની યાદીમાં ત્રણ ગુજરાતી
દેશના અબજોપતિ દ્વારા કરવામાં આવેલા દાનની ગણતરી કરતું એડલગીવ હુરૂન ઈન્ડિયા ફિલાન્થ્રોપી ટોપ-10 લિસ્ટમાં 3 ગુજરાતી દાનવીરો સામેલ છે. જેમાં મુકેશ અંબાણી રૂ. 411 કરોડના દાન સાથે ત્રીજા ક્રમે અને ગૌતમ અદાણી 190 કરોડ સાથે સાતમા ક્રમે છે. દસમા ક્રમે એએમ નાયકે રૂ. 142 કરોડનું દાન કર્યું હતું.
એડલગીવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2022
નામ | દાન (કરોડમાં) | % | પ્રાઈમરી સેક્ટર | કંપની |
શિવ નાદર | 1,161 | -8 | શિક્ષણ | HCL ટેક |
અઝીમ પ્રેમજી | 484 | -95 | શિક્ષણ | વિપ્રો |
મુકેશ અંબાણી | 411 | -29 | શિક્ષણ | RIL |
કુમાર મંગલમ બિરલા | 242 | -36 | હેલ્થકેર | આદિત્ય બિરલા |
સુષ્મિતા અને સુબ્રતો બાગચી | 213 | ન્યૂ | હેલ્થકેર | માઇન્ડ ટ્રી |
રાધા-NS પાર્થસારથી | 213 | ન્યૂ | હેલ્થકેર | માઇન્ડ ટ્રી |
ગૌતમ અદાણી | 190 | 46 | ડિઝાસ્ટર રિલીફ | અદાણી ગ્રુપ |
અનિલ અગ્રવાલ | 165 | 27 | આપત્તિ રાહત | વેદાંતા |
નંદન નિલેકણી | 159 | 13 | સામાજિક | ઇન્ફોસિસ |
એએમ નાયક | 142 | 27 | હેલ્થકેર | લાર્સન એન્ડ ટુબ્રો |