75 જિલ્લામાં 75  ડિજિટલ બેંકિંગ યૂનિટ પૈકી બેંક ઓફ બરોડાએ  8 ડીબીયૂ શરૂ કર્યા

મુંબઈ: ભારતની આઝાદીના 75 વર્ષ અને તેની ઉજવણીના ભાગ રૂપે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  75 જિલ્લાઓમાં 75 ડિજિટલ  બેંકિંગ યૂનિટ્સ (DBU) લોન્ચ કર્યા. તે પૈકી બેંક ઓફ બરોડા (BOB)એ 75 ડીબીયૂના એક ભાગ રૂપે 8 ડીબીયૂ ખોલ્યા છે. આ 8 બેંક ઓફ બરોડા ડીબીયૂમાં ઈન્દોર, કાનપુર દેહાત, કરૌલી, કોટા, લેહ, સિલવાસા, વડોદરા અને વારાણસીમાં લોન્ચ કરવામાં આવ્યા.

ડીબીયૂમાં તમામ સેવાઓ ડિજિટલ, પેપરલેસ અને સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ઓફર કરવામાં આવશે. લોકો માટે એક વિશાળ ક્રોસ-સેક્શનની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ પૂરી કરવા માટે ડીબીયૂ બે મોડમાં સેવા પૂરી પાડશે. 1) સેલ્ફ સર્વિસ ઝોન અને 2) ડિજિટલ આસિસ્ટન્સ ઝોન જે સહાયક સેવા પૂરી પાડશે.

સેલ્ફ-સર્વિસ મોડ હેઠળ ઓફર કરવામાં આવતી ડીબીયૂ સેવાઓમાં વર્ષમાં 24×7, 365 દિવસ ઉપલબ્ધ, રોકડ ઉપાડ અને ડિપોઝિટ, ખાતું ખોલવું, ફિક્સ્ડ ડિપોઝિટ/રિકરિંગ ડિપોઝિટ ખોલવી, ડિજિટલ લોન લેવી, પાસબુક પ્રિન્ટિંગ, બેલેન્સ પૂછપરછ, ફંડ ટ્રાન્સફર અને અન્ય ઘણી સેવાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બેંક ઓફ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સંજીવ ચઢ્ઢાએ જણાવ્યું કે, ડીજીટલ ઈન્ડિયા માટે ભારત સરકારના વિઝનને અનુરૂપ, આજે લોન્ચ કરવામાં આવેલ ડીજિટલ બેંકિંગ યૂનિટ વધુ લોકોને ડિજિટલ બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓને સરળ અને સુરક્ષિત રીતે ઉપયોગ કરવામાં મદદ કરશે. બેંક ઓફ બરોડામાં અમે એક ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની યાત્રા પર છીએ અને આ દૂરગામી પહેલએ સુનિશ્ચિત કરશે કે ડિજિટલ બેંકિંગના લાભો આપણા દેશના દરેક વિસ્તારના નાગરિકો સુધી પહોંચે.

ગુજરાતમાં કોટક મહિન્દ્રા બેંકના ડિજિટલ બેંકિંગ યુનિટ્સ લોંચ થયાં

અમદાવાદ: દેશમાં લોન્ચ થયેલાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (ડીબીયુ) પૈકી કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ (કેએમબીએલ/કોટક)એ ગુજરાતના સુરત અને મહેસાણામાં બે ડિજિટલ બેકિંગ યુનિટ્સ લોંચ કર્યાં છે. આ પ્રસંગે ભારત સરકારના કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કોટક મહિન્દ્રા બેંકના મહેસાણા ડીબીયુનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે કોટક811, આધાર ઓન વ્હીલ્સ વગેરે જેવી ઓફરિંગ્સ દ્વારા સમુદાયના દરેક વર્ગને ડિજિટલ રીતે સક્ષમ કરવાના કોટક મહિન્દ્રા બેંકના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, 75 ડીબીયુ વધુ એક મજબૂત કદમ છે અને તે દેશના દરેક ખૂણે ડિજિટલ બેંકિંગના લાભો સુનિશ્ચિત કરશે. કોટક મહિન્દ્રા બેંકના ગ્રૂપ પ્રેસિડેન્ટ અને વડા – કન્ઝ્યુમર બેંક અને મેમ્બર, ગ્રૂપ મેનેજમેન્ટ કાઉન્સિલ, વિરાટ દિવાનજીએ જણાવ્યું હતું કે, આ વર્ષે બજેટમાં પ્રસ્તાવિત 75 જિલ્લામાં 75 ડીબીયુ પહેલનો હેતુ ભારતીયો વચ્ચે ડિજિટલ બેંકિંગની સ્વિકાર્યતાને વેગ આપવાનો છે. સુરત અને મહેસાણા સ્થિત કેએમબીએલનું ડીબીયુ સુસજ્જ, કનેક્ટેડ, ડિજિટલી-સમાવેશી સેન્ટર છે.

આ સેલ્ફ-સર્વિસ ઝોનમાં ગ્રાહકો રોકડ ઉપાડ, રોકડ જમા, ચેક ડિપોઝિટ, પાસબુક અને સ્ટેટમેન્ટ પ્રિન્ટિંગ, એકાઉન્ટની માહિતી તથા બેકિંગ અને પ્રોડક્ટની માહિતી વગેરે જેવી કામગીરી ઓટોમેટેડ ઉપકરણો દ્વાકા 24X7 એક્સેસ કરી શકે છે. સેલ્ફ-સર્વિસ ઝોન સ્માર્ટ ટેબલેટ્સ સાથે ઇનસ્ટોલ કરાયા છે, જેથી તેની એક્સેસ સરળ રહે. આસિસ્ટેડ ઝોન (બિઝનેસ કલાકો દરમિયાન ગ્રાહકો માટે ઉપલબ્ધ)માં ગ્રાહકો સંપૂર્ણ બેકિંગ સેવાઓ જેમકે ખાતુ ખોલાવવું, લોન માટે અરજી, વિતરણ, ડિજિટલ ઓનબોર્ડિંગ, સરકારી સેવાઓ અને યોજનાઓ, આધાર સર્વિસિસ વગેરેની એક્સેસ મેળવી શકે છે.

હિન્દાલ્કો દ્વારા વિકસિત એલ્યુમિનિયમ ફ્રેઇટ રેકને લીલી ઝંડી અપાઇ

નવી દિલ્હી: ભારતીય રેલવે માટે ફ્રેઇટ ટ્રાન્સપોર્ટેશનને આધુનિક બનાવવા અને મોટાપાયે કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં દેશની મહાત્વાકાંક્ષી યોજનાઓને ઝડપી બનાવવામાં મદદરૂપ બનતાં હિન્દાલ્કોએ ભારતના પ્રથમ ઓલ-એલ્યુમિનિયમ ફ્રેઇટ રેલ રેક લોંચ કર્યાં છે. નવા રેક હાલના સ્ટીલ રેકની તુલનામાં 180 ટન હળવા છે તથા તે 5-10 ટકા વધુ પેલોડ વહન કરી શકે છે, ઓછી ઉર્જાની ખપત કરે છે તથા રોલિંગ સ્ટોક અને રેલને ઘસારો ઓછો લાગે છે.

ઓરિસ્સામાં લપન્ગામાં હિંદાલ્કોના આદિત્ય સ્મેલ્ટર માટે કોલસાનું વહન કરતાં 61 વેગન રેકને લીલી ઝંડી આપતાં કેન્દ્રિય રેલવે, કમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, વર્ષ 2026 સુધીમાં 2,528 મિલિયન ટન ફ્રેઇટ લોડિંગના સરકારના લક્ષ્યાંક માટે લગભગ 70,000 વધુ વેગનની જરૂરિયાત રહેશે, જેથી ઝડપથી વિકસતા વેપાર અને વ્યવસાયને ટેકો આપી શકાય. આ લક્ષ્યને હાંસલ કરવામાં એલ્યુમિનિયમ વેગન અમને ઉપયોગી બનશે, જે પેલોડમાં 10 ટકાનો વધારો કરશે તેમજ ગ્રીન અને કાર્યક્ષમ રેલવે નેટવર્કની રચના કરવાના અમારા વિઝન સાથે કાર્બન ફૂટપ્રિન્ટમાં પણ નોંધપાત્ર ઘટાડો કરશે.

HDFC લિમિટેડ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત

નવી દિલ્હી: ભારતની પ્રીમિયર હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિમિટેડને સરકારની ફ્લેગશિપ સ્કીમ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)’ની CLSS (ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ) હેઠળ રાજકોટમાં ઈન્ડિયન અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022માં બેસ્ટ પર્ફોર્મિંગ હાઉસિંગ ફાઇનાન્સ કંપની તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો છે.

હરદીપ સિંહ પુરી, કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી તરફથી આ એવોર્ડ HDFC લિમિટેડના ચીફ CLSS અને અફોર્ડેબલ હાઉસિંગ, સંજય જોષીએ  એચડીએફસી વતી સ્વીકાર્યો હતો. જુલાઇ 2018માં, HDFCને EWS અને LIG સેગમેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતી પ્રાથમિક ધિરાણ સંસ્થા તરીકે અને CLSSના MIG સેગમેન્ટમાં બીજી શ્રેષ્ઠ સંસ્થા તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. માર્ચ 2019 માં, HDFC ને PMAY- એફોર્ડેબલ હાઉસિંગ એવોર્ડ્સ 2019 માં PMAY-CLSS માટે ‘શ્રેષ્ઠ ખાનગી ક્ષેત્રની નાણાકીય સંસ્થા’ પણ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે HDFC લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી રેણુ સુદ કર્નાડે જણાવ્યું હતું કે, સરકારની PMAY યોજના 2015થી વિવિધ આવક જૂથોના ઘર ખરીદનારાઓને સફળતાપૂર્વક મદદ કરી રહી છે. આ યોજના ભારતને લોકશાહીની માલિકીની મિલકત બનાવવાની અમારી એકંદર ફિલસૂફીને અનુરૂપ છે. HDFC લિમિટેડે રૂ. 7200 કરોડની સબસિડી સાથે 3.13 લાખથી વધુ લાભાર્થીઓને મદદ કરી છે. અને આ લાભાર્થીઓને મંજૂર કરાયેલ સંચિત લોન રૂ. 67,000 કરોડની થવા જાયછે. રોગચાળા દરમિયાન PMAY હેઠળ 3 લાખથી વધુ ગ્રાહકોને સહાય કરવામાં HDFC સક્ષમ કર્યું છે. આજે 92%થી વધુ નવી લોન અરજીઓ ડિજિટલ ચેનલો દ્વારા પ્રાપ્ત થઈ છે જે રોગચાળા પહેલા 20% કરતા ઓછી હતી.