અક્ષય તૃતીયા માટે છેલ્લા 15 વર્ષોમાં સોના અને ચાંદીએ અનુક્રમે 10% અને 7% સીએજીઆર આપ્યુંસોના માટે રૂ. 75,000 અને ચાંદી માટે રૂ. 1,00,000 ના લક્ષ્ય સાથે ખરીદીની ભલામણ
    સ્ત્રોત: રોઇટર્સ

મુંબઈ, 9 મેઃ ચાંદી લાંબા ગાળામાં સોનાને પાછળ રાખી શકે છે. આંકડા મુજબ, અક્ષય તૃતીયાના શુભ અવસરથી શરૂ થતા નવા વર્ષના છેલ્લા ચક્રથી સોના અને ચાંદીમાં અનુક્રમે 13% અને 11% નો નોંધપાત્ર વાર્ષિક વધારો જોવા મળ્યો છે. સ્થાનિક મોરચે સોના માટે રૂ. 75,000 અને ચાંદી માટે રૂ. 1,00,000 અને કોમેક્સ પર સોના માટે $2450 અને ચાંદી માટે $34ના લક્ષ્ય સાથે ઘટાડાની ભલામણ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (MOFSL) કરે છે. સોના અને ચાંદી બંનેએ પ્રથમ ત્રિમાસિક 24માં સકારાત્મક ઉછાળો નોંધાવ્યો છે, જે અન્ય નોંધપાત્ર એસેટ વર્ગોની બરાબર અથવા તો તેનાથી વધુ છે. પ્રથમ ત્રિમાસિક ’24 માં એમઓએફએસએલ એ સોના માટેનો વાર્ષિક લક્ષ્યાંક હાંસલ કર્યો છે અને ચાંદી પરના વાર્ષિક લક્ષ્યાંકના 85% કરતા થી વધુ હાંસલ કર્યો છે. ખાસ કરીને જ્યારે બજાર ભારે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. સોનાના ભાવમાં તાજેતરના જોરદાર ઉછાળાને જોતાં, ભાવમાં થોડી નરમાઈને સંપૂર્ણપણે નકારી શકાય નહીં.

સોનાની અત્યાર સુધીની વધ-ઘટ: આ સુરક્ષિત-સંપત્તિઓનું વર્ષ છે, જેમાં સોના અને ચાંદીમાં ખાસ કરીને વર્ષની શરૂઆતથી જ અદભૂત ઉછાળો જોવા મળ્યો છે.

સોના-ચાંદી બઝારમાં અસ્થિરતા ઉત્પન્ન કરનાર બે મુખ્ય પરિબળો:

ભૌગોલિક રાજકીય તણાવ – રશિયા/યુક્રેન, ઇઝરાયેલ/હમાસ, ઇઝરાયેલ/ઇરાન અને અન્ય ભૌગોલિક રાજકીય કારણો સુરક્ષિત રોકાણ માટે જોખમ પ્રીમિયમમાં વધારો કરવાનું કારણ બની શકે છેફેડ નાણાકીય નીતિ: બજારની અપેક્ષાઓ અને વ્યાજ દરમાં ઘટાડા અંગે ફેડની ગતિવિધિઓને કારણે આ વર્ષે બજારમાં તેજી જોવા મળી રહી છે.

2024 માટે સૌથી આશ્ચર્યજનક પરિબળ સોના અને ચાંદીની આયાત રહી છે. વર્ષની શરૂઆતથી, આયાત અનુક્રમે 150 ટન અને 3000 ટનથી વધુ થઈ છે. આયાતમાં આ ઉછાળો 1% ટીઆરક્યુ ના લાભ હેઠળ યુએઈ સાથે સીઈપીએ સોદો અથવા બજારના સહભાગીઓને ગ્રાન્યુલ્સ અથવા ફાઈન્ડિંગ્સ જેવા અન્ય સોના-ચાંદી વસ્તુઓ હેઠળ મળે છે તે આયાત ડ્યુટી લાભને કારણે હોઈ શકે છે.અક્ષય તૃતીયા માટે છેલ્લા 15 વર્ષમાં સોનાના મળતરની સરખામણી કરીએ તો, સોનાએ 10% સીએજીઆરઆપ્યું છે. ભાવ સુધારણાના કેટલાક કિસ્સાઓ છે, પરંતુ એકંદરે ભાવ વધારો સતત અને સ્થિર રહ્યો છે. બજારના સહભાગીઓ માટે તેમની જોખમ પ્રોફાઇલના આધારે સોનામાં રોકાણ કરવા માટે ઘણા પ્લેટફોર્મ છે. લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યથી, એસજીબીમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે, જે સોનાના ભાવ વધારા અને રોકાણકારોને દર વર્ષે વધારાના 2.5% વ્યાજનો લાભ મેળવવામાં મદદ કરશે. રોકાણ કરવાની અન્ય ઘણી રીતો છે જેમ કે ઈટીએફ, જે હવે રોકાણની ખૂબ જ લોકપ્રિય રીત છે, એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટિવ્ઝ, ડિજિટલ ગોલ્ડ અને ફિઝિકલ બાર અને સિક્કા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)