એપ્રિલમાં આઇટી અને ટેકનોલોજીને સિવાય તમામ સેક્ટોરલ્સમાં સુધારો

જોકે, 63583 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી સેન્સેક્સ હજી 2471 પોઇન્ટ દૂર

રિયાલ્ટીમાં 15 ટકા ઉછાળોઃ ઓટો, પીએસયુ, કેપિટલ ગુડ્સમાં ગુડ રિટર્ન્સ

અમદાવાદ, 1 મેઃ એપ્રિલ માસમાં સેન્સેક્સે 2121 પોઇન્ટનો સંગીન સુધારો નોંધવવા સાથે 61000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરી લીધી છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 18000 પોઇન્ટની મહત્વની સપાટી પાર કરવામાં સફળ રહ્યો છે. તેની સાથે સાથે બેન્કેક્સ કે જેના આધારે માર્કેટની મુખ્ય ચાલ પારખી શકાય છે તેમાં પણ 6.41 ટકાનો ઉછાળો નોંધાયો છે. તદ્ઉપરાંત સામાન્ય અને નાના રોકાણકારોના માર્કેટ ઇન્વોલ્વમેન્ટનો સંકેત આપતાં સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં પણ 4 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં ઇન્વેસ્ટર્સ ઇન્વોલ્વમેન્ટ વાયા વેલ્યૂ બાઇંગ વધી રહ્યું છે.

જોકે, આઇટી અને ટેકનોલોજી ઇન્ડેક્સમાં માર્ચ પછી એપ્રિલમાં ઘટાડાની આગેકૂચ જારી રહેવા સાથે બન્ને ઇન્ડાઇસિસમાં 4 ટકાનું કરેક્શન આગળ વધ્યું છે.

નિફ્ટી માટે 16747થી 16827 મહત્વનો સપોર્ટ ઝોન બની ગયો છે. સુધારાની ચાલમાં 18135, 18252 અને 18888ના રેઝિસ્ટન્સ ધ્યાને રાખો

સેન્સેક્સ માટે સપોર્ટ ઝોન 56147થી 57084નો ગણવો. રેસીસ્ટન્સ લેવલો 61682 (ફેબ્રુ.ટોપ) અને 63583(ડિસે.ટોપ)

મે માસ માટેની ચાલ વિશે એવી અંગ્રેજ કહેવત છે કે, સેલ ઇન મે એન્ડ ગો અવે….. પરંતુ સમયાંતરે કહેવત અને તેના અર્થ બદલાતાં રહેતાં હોય છે. તેને ધ્યાનમાં લેતાં એવું કહી શકાય કે, બાય ઇન મે એન્ડ હોલ્ડ ટીલ જુલાઇ (અર્થાત્ મે માસમાં જે રોકાણકારોને ખરીદી કરવાની રહી ગઇ હોય તેમણે નીચા ભાવના શેર્સમાં અભ્યાસ, અનુભવ, આવડત અને નિષ્ણાતની સલાહ અનુસાર ખરીદી કરીને જુલાઇ સુધી હોલ્ડ કરી રાખવા જોઇએ) જેથી સારું રિટર્ન મળી શકે.

sensex ડિસેમ્બરની ઓલટાઇમ હાઇથી એપ્રિલ એન્ડ સુધીની ચાલ એક નજરે

MonthOpenHighLowClose
Dec 2263,357.9963,583.0759,754.1060,840.74
Jan 2360,871.2461,343.9658,699.2059,549.90
Feb 2360,001.1761,682.2558,795.9758,962.12
Mar 2359,136.4860,498.4857,084.9158,991.52
Apr 2359,131.1661,209.4658,793.0861,112.44

સ્મોલ ઇન્વેસ્ટર્સ માટે મહત્વના સ્મોલકેપ- મિડકેપ્સમાં સંગીન સુધારો

ઇન્ડેક્સમાર્ચ એન્ડએપ્રિલ  એન્ડતફાવતટકા
મિડકેપ240652549214275.92
સ્મોલકેપ269572897120147.45

આઇટી, ટેકનોલોજીમાં ચાર ટકાનાના ઘટાડા સાથે નેગેટિવ ટ્રેન્ડ

ઇન્ડેક્સમાર્ચ એન્ડએપ્રિલ  એન્ડતફાવતટકા
રિયાલ્ટી3101356045914.80
ઓટો282473032520787.37
પીએસયુ9497101856887.24
કેપિટલ ગુડ્સ343703673923696.90
ટેલિકોમ150016011016.73
ફાઇનાન્સિયલ સર્વિસિસ842489715476.51
બેન્કેક્સ460324898229506.41
એનર્જી744978483995.39
એસએમઇ આઇપીઓ241102536712575.21
હેલ્થકેર218832300311205.11
ઓઇલ17383182718885.10
મેટલ19185201359504.97
આઇપીઓ772380833604.67
એફએમસીજી16487172387514.55
પાવર360637441383.83
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ37628383747461.98
ટેકનોલોજી1297812538-440-3.84
આઇટી2847927503-976-3.54

1 મે મહારાષ્ટ્ર-ડે અને ગુજરાત સ્થાપના દિવસ

આજે મહારાષ્ટ્ર- ડે અને ગુજરાત સ્થાપના દિવસ છે. આ બન્ને રાજ્યો દેશની ઇકોનોમિમાં સિંહ ફાળો આપી રહ્યા છે. ટેક્સ કલેક્શન હોય કે ઇક્વિટી માર્કેટ પાર્ટિસિપેશન હોય આ બન્ને રાજ્યો ટોપ ઉપર રહ્યા છે. એટલું નહિં, સૌથી વધુ લિસ્ટેડ કંપનીઓની સંખ્યા પણ આ બે રાજ્યોનો જ હિસ્સો રહી છે. તો કેમિકલ્સ, ફાર્મા, ટેક્સટાઇલ, ડાયમન્ડ, ઓઇલ સહિતના સંખ્યાબંધ સેક્ટર્સમાં ગુજરાત મોખરે રહ્યું છે.