હેમ સિક્યુરિટીઝના ઉપક્રમે યોજાયેલી SME IPO કોન્ક્લેવમાં 225થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો

અમદાવાદ, 30 એપ્રિલઃ સ્મોલ- મિડિયમ એન્ટરપ્રાઇસિસ પ્રાઇમરી માર્કેટ મારફત ફંડ્સ કેવી રીતે મેળવી શકે તે અંગે માર્ગદર્શન આપવાના હેતુથી હેમ સિક્યુરિટિઝના ઉપક્રમે અમદાવાદના આંગણે એસએમઇ આઇપીઓ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગ સાહસિકો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ દ્વારા કેવી રીતે લાભો મેળવી શકે તે અંગે માર્ગદર્શન આપવા માટે વિવિધ નિષ્ણાતોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જેમાં એસએમઇ ફંડિંગ ઇકો સિસ્ટમ જેમ કે, એસએમઇ પ્રમોટર્સ, માર્કી ઇન્વેસ્ટર્સ, સ્ટોક એક્સચેન્જ, મર્ચન્ટ બેન્કર્સ, નાણાકીય મધ્યસ્થીઓ વગેરે એક જ મંચ હેઠળ હાજર રહ્યા હતા.

કોન્ક્લેવના ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઝાયડસ લાઇફ સાયન્સના સીએફઓ નિતિન પારેખ, હેમ સિક્યુરિટીઝના ડિરેક્ટર ગૌરવ જૈન અને પ્રતિક જૈન ઉપસ્થિત રહ્યા હતા.

એસએમઇ કંપનીઓ અને વ્યવસાયો તેમજ ઉદ્યોગ સાહસિકો કેવી રીતે લિસ્ટિંગ વેલ્યૂએશન અને સંપત્તિ સર્જનને અનલોક કરી શકે અને ત્યાબાદ લિસ્ટિંગ પછીની વૃદ્ધિની સફર અને પહેલેથી લિસ્ટેડ કંપનીઓની અનુભવો અંગે પણ આ કોન્ક્લેવમાં ચર્ચા કરાઇ હતી. એસએમઇ ઉદ્યોગ સાહસિકો તેમજ રોકાણકારોમાં રહેલી ગેરમાન્યતાઓને દૂર કરવાનો લિસ્ટેડ એસએમઇની સફળતાની ગાથાઓ ઉપર પ્રકાશ પણ પાડવામાં આવ્યા હતા. 25 કરોડના લઘુત્તમ ટર્નઓવર ધરાવતાં વ્યવસાયોને ટકાઉ વિકાસ હાંસલ કરવા માટે તેમની કંપનીઓને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરવા માટે જરૂરી પદલાં લેવાં પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે યોજાયેલી કોન્ક્લેવમાં નિષ્ણાતો, ઉદ્યોગ સાહસિકો તેમજ ઇન્વેસ્ટર્સે ભાગ લીધો હતો તેવું હેમ સિક્યુરિટીઝના ડિરેક્ટર ગૌરવ જૈને જણાવ્યું હતું.