SME IPO Listing: AIK Pipes And Polymers આઈપીઓના 12 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ બાદ 5 ટકાની અપર સર્કિટ
અમદાવાદ, 2 જાન્યુઆરીઃ એસએમઈ સેગમેન્ટનો રૂ. 15.02 કરોડનો આઈપીઓ આજે બીએસઈ એસએમઈ ઈમર્જ ખાતે લિસ્ટેડ થયો છે. એઆઈકે પાઈપ્સ એન્ડ પોલિમર્સ (AIK Pipes And Polymers LTD IPO)એ રૂ. 89ની ઈશ્યૂ પ્રાઈસ સામે 12.36 ટકા પ્રીમિયમે રૂ. 100ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ 5 ટકાની અપર સર્કિટ વાગી હતી. એઆઈકેના શેર 5 ટકા અપર સર્કિટ સાથે 105ની સર્વોચ્ચ ટોચે પહોંચી રોકાણકારોને 17.98 ટકા રિટર્ન આપ્યું હતું.
એઆઈકે પાઈપ્સનો આઈપીઓ 26થી 28 ડિસેમ્બરે યોજાયો હતો. જે કુલ 43.57 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ 30.93 ગણી એપ્લિકેશન્સ કરી હતી. જ્યારે અન્ય પોર્શન 52.17 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. ગ્રે માર્કેટમાં આ આઈપીઓ માટે રૂ. 9 (10%) પ્રીમિયમ ચાલી રહ્યા હતા.
એઆઈકે પાઈપ્સ એન્ડ પોલિમર્સ પાઈપ્સ, HDPR ફિટિંગ્સ, MDPE પાઈપ્સ, PPR પાઈપ્સનું ઉત્પાદન કરે છે. જે જયપુરમાં જ 3 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે. કંપનીના ઈન્ડિયન ઓઈલ, ગેઈલ, સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ, બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સહિત સાત ઓથોરિટી દ્વારા મંજૂર પ્રોડક્ટ્સના વેચાણો કરે છે. જેનો નફો અને આવકો છેલ્લા ત્રણ નાણાકીય વર્ષથી સતત વધી રહ્યા છે. કંપની પર 30 જૂન-23 સુધીમાં કુલ રૂ. 429.91 કરોડનું દેવું છે.
કંપની આઈપીઓ દ્વારા એકત્રિત ફંડનો ઉપયોગ કાર્યકારી મૂડી જરૂરિયાતો અને મૂડી ખર્ચ પૂર્ણ કરવા ઉપરાંત જનરલ કોર્પોરેટ હેતુઓ માટે કરશે.
આજે કે સી એનર્જીનો આઈપીઓ બંધ થશે
એસએમઈ સેગમેન્ટનો Kay cee Energy & Infra આઈપીઓ આજે બંધ થશે. કંપની રૂ. 54ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 15.93 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જે અત્યારસુધીમાં કુલ 682.08 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 32.33 ગણો, એનઆઈઆઈ 927.19 ગણો, રિટેલ 944.63 ગણો સબ્સ્ક્રાઈબ થયો છે. ગ્રે માર્કેટમાં રૂ. 60 પ્રીમિયમ છે. જે લિસ્ટિંગ 111 ટકા પ્રીમિયમે થવાની શક્યતા દર્શાવે છે.