મુંબઇ: હાજર બજારોમાં જોરદાર વેચવાલીનાં કારણે વાયદામાં પણ ગાબડાં જોવા મળ્યા હતા. આજે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૬૬૨.૮૦ ખુલી સાંજે ૮૬૦૮.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૬૯૦ રૂ. ખુલી ઉંચામાં ૮૬૯૦ તથા નીચામાં ૮૬૯૦ રૂ. થઇ સાંજે ૮૬૯૦ રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.  આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૬૯ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૩૮ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે  એરંડા,દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ કપાસ  તથા  હળદરનાં ભાવ ઘટ્યા  મથાળે બંધ રહ્યા હતા. જ્યારે સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા.  આજે એરંડાના ભાવ ૭૦૬૬ રૂ. ખુલી ૭૦૩૦ રૂ., દિવેલનાં ભાવ ૧૪૫૨ રૂ. ખુલી ૧૪૫૨ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૩૧૦૬ રૂ. ખુલી ૩૦૬૪ રૂ., ધાણા ૭૫૨૬ રૂ. ખુલી ૭૫૨૪ રૂ. ગુવાર સીડનાં ભાવ ૬૩૩૫ રૂ. ખુલી ૬૩૩૫ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૩૮૧૫ રૂ. ખુલી ૧૩૮૧૫ રૂ., જીરાનાં ભાવ ૩૩૮૧૦ રૂ. ખુલી ૩૩૬૯૦ રૂ., કપાસનાં ભાવ ૧૬૫૦.૦૦ રૂ. ખુલી ૧૬૨૮.૦ રૂ., સ્ટીલના ભાવ ૫૦૫૦૦ ખુલી ૫૦૫૦૦ રૂ. અને હળદરનાં ભાવ  ૮૧૪૨  રૂ. ખુલી ૮૦૭૪ રૂ. બંધ રહ્યા હતા.