IESAની સેમિકોનઇન્ડિયા 2023 ખાતે MeitY સાથે ભાગીદારી

ગાંધીનગર, 29 જુલાઇઃ ઇન્ડિયા ઇલેક્ટ્રોનીક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિયેશન (IESA) એ સેમિકોનઇન્ડિયા 2023માં પોતાની ભાગીદારીની ઘોષણા કરી છે. આ ઔદ્યોગિક સંસ્થા ઘટના દરમિયાન ત્રણ દિવસીય વિશાળ પ્રદર્શનનું આયોજન કરશે જે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 28 જુલાઇથી 30 જુલાઇ સુધી યોજાશે. 100થી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે તેવું આ પ્રદર્શન પ્રોડક્ટ ઇલેક્ટ્રોનીક્સ અને માગ સાથે સંકળયેલ દરેક હિસ્સા ધારકો માટે પરિવર્તનશીલ અનુભવ બની રહેવાની બાંયધરી આપે છે. સેમિકોનઇન્ડિયા 2023નું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કરવામાં આવશે.

આ ઘટના કે જેનું ઉદઘાટન ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા 25 જુલાઇ 2023ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતુ. MeitY અને IESAએ સેમિકન્ડક્ટર ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીઓ અને અસાધારણ પ્રગતિઓ રજૂ કરવા માથે એક સાથે કામ કર્યુ છે. સ્થાપિત ખેલાડીઓથી લઇને પ્રતિબદ્ધ સ્ટાર્ટઅપ્સ સુધી, 100થી વધુ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ, સર્વિસીઝ અને ઉકેલો દર્શાવશે જે નેટવર્કીંગ, સહયોગ અને નવા કારોબારનું સવર્ધન કરવા માટે એક ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ દર્શાવશે. પ્રદર્શન ઉપરાંત સેમિકોનઇન્ડિયા 2023માં વ્યાપક કોન્ફરન્સ, નવીન સાહસો માટે સ્ટાર્ટઅપ પેવિલીયન, સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ભવિષ્યના આગેવાનોને ઓળખી કાઢવા માટે પ્રતિભા મેળો અને પોતાની આત્મદ્રષ્ટિ અને શ્રેષ્ઠ આચરણોનો વિનીમય કરવા માટે વ્યાવસાયિકો માટે નેટવર્કીંગ પ્લેટફોર્મ પણ પૂરું પાડશે.

IESA ખાતે, અમે MeitY સાથે સેમિકોનઇન્ડિયા દરમિયાન અમારું લક્ષ્ય સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં જવાબદાર વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું છે. 100થી વધુ સહભાગી કંપનીઓ સાથે, આ પ્લેટફોર્મ નવીનતાને ઉત્પ્રેરિત કરશે, સહયોગને આગળ વધારશે અને સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં સ્વ-નિર્ભરતા તરફ ભારતની યાત્રાને આગળ ધપાવશે એમ IESAના ચેરમેન સંજય ગુપ્તાએ જણાવ્યું હતું.

ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન, સંરક્ષણ, એરોસ્પેસ, હેલ્થકેર અને રિન્યુએબલ એનર્જી સહિતના વિવિધ ક્ષેત્રોની વૃદ્ધિ અને વિકાસ માટે સેમિકન્ડક્ટર ઉદ્યોગનું ઘણું મહત્વ છે. ભારત 2025 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરની ડિજિટલ અર્થવ્યવસ્થા બનવા તરફ દૃષ્ટિપાત કરે છે ત્યારે દેશનું લક્ષ્ય સ્થાનિક ઉત્પાદન અને નવીનતાને મજબૂત કરીને સેમિકન્ડક્ટરની આયાત પરની તેની નિર્ભરતા ઘટાડવાનું છે.

ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની ચેરમેન યંગ લિયુની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત

સેમીકોન ઇન્ડિયા ૨૦૨૩માં સહભાગી થવા આવેલા ફોકસકોનના ચેરમેન યંગ લિયુએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત દરમિયાન તેમણે ભારતમાં તેમની કંપનીના ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ફોક્સકોનના ચેરમેને ગુજરાત તેમના સંભવિત રોકાણોમાં અગ્રસ્થાને રહેશે તેમ આ તકે જણાવ્યું હતું.

સેમિકન્ડક્ટર- ચિપ્સ ઉત્પાદન ક્ષેત્રે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવશેઃ રાજીવ ચંદ્રશેખર

સેમિકન્ડક્ટર તેમજ ચિપ્સ ઉત્પાદન ક્ષેત્રે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવશે. ભારત માટે, ભારતમાં, મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત સેમિ કન્ડકટર- ચિપ્સ ક્ષેત્રે ડિઝાઇન તેમજ ઉત્પાદન કરનાર કંપની- સંસ્થાઓને PLI હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ લાભ આપીને વધુને વધુ પ્રોત્સાહિત પણ કરવામાં આવશે,  તેમ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને ઉદ્યમિતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગાંધીનગર ખાતે સેમિકોનઇન્ડિયા ૨૦૨૩ના દ્વિતીય દિવસે આયોજિત સત્રમાં જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, ભારતમાં સેમિ કન્ડકટર સેકટરને વધુને વધુ વેગ આપી રોજગારની સાથે ભારતને આત્મનિર્ભર બનાવવા ભારતભરની ૩૦૦ જેટલી કોલેજો અને યુનિવર્સિટીઓમાં આ ક્ષેત્રે ડિપ્લોમા, અંડર ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી અને રીસર્ચ સુધીના વિવિધ કોર્ષ શરૂ કરવામાં આવનાર છે.