અમદાવાદ, 11 ડિસેમ્બરઃ સ્પાઈસજેટનો શેર આજે 7 ટકાથી વધુ ઉછાળા સાથે 52 સપ્તાહની ટોચે પહોંચ્યો છે. સ્પાઈસજેટના શેરમાં ઉછાળા પાછળનું કારણ એરલાઈન દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટિંગ કરાવવાની યોજનાની જાહેરાત હતી.

એરલાઈને તેની એક્સચેન્જ ફાઈલિંગમાં લિસ્ટિંગની કોઈ તારીખનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ કહ્યું છે કે તે “ટૂંક સમયમાં” લિસ્ટેડ થશે.

BSE પર સ્પાઈસજેટનો શેર 7 ટકાથી વધુ વધીને રૂ. 59.70ની વાર્ષિક ટોચ નોંધાવી હતી. 11.29 વાગ્યે 7.09 ટકા ઉછાળા સાથે 58.87 પર ટ્રેડ થઈ રહ્યો હતો. પ્રેફરન્શિયલ ધોરણે ઇક્વિટી અથવા કન્વર્ટિબલ સિક્યોરિટીઝ ઇશ્યુ કરી ફંડ એકત્ર કરવા માટેના વિકલ્પો પર વિચારણા કરવા રોકડની કટોકટીનો સામનો કરતાં સ્પાઇસજેટનું બોર્ડ 11 ડિસેમ્બરે મળશે.

5 ડિસેમ્બરના રોજ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ એરક્રાફ્ટ ભાડે આપનાર વિલિસ લીઝ ફાઇનાન્સ દ્વારા અવેતન લેણાં પર એરલાઇન સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી.

લગભગ ત્રણ એરક્રાફ્ટ લેસર્સે 2023માં સ્પાઈસજેટ સામે બાકી રકમની ચૂકવણી ન કરવા બદલ ચાર નાદારીની અરજીઓ દાખલ કરી હતી. ભાડે આપનાર સિવાય, એક ટેક સર્વિસ પ્રોવાઈડરે પણ એરલાઈન સામે નાદારીની અરજી દાખલ કરી છે. દેવાના બોજા હેઠળની એરલાઇન સમગ્ર ભારતમાં ઓપરેશનલ વિક્ષેપોનો સામનો કરી રહી છે, તાજેતરમાં પુણે, પટના અને નવી દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓમાં વિલંબ થયો છે.

સ્પાઇસજેટના પ્રમોટર અજય સિંઘ પ્રમોટરના દેવાના ભાગને પુનર્ધિરાણ કરવા અને સંભવિત રીતે નવી ઇક્વિટી માટે $10 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવા ગ્લોબલ પ્રાઈવેટ ઈક્વિટી ફંડ સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

FY24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, એરલાઈને રૂ. 204.56 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 788.83 કરોડની ચોખ્ખી ખોટ હતી. એરલાઈને હજુ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે પરિણામો જાહેર કર્યા નથી.

શેરની સ્થિતિ

23 મે, 2023ના રોજ ₹22.65ના તેના 52-સપ્તાહના નીચલા સ્તરેથી 106 ટકા વધ્યો છે. એરલાઇનના શેરમાં છેલ્લા 1 વર્ષમાં 37 ટકા અને ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી 52 ટકાથી વધુનો વધારો થયો છે. તે ડિસેમ્બરમાં  સૌથી વધુ 33 ટકા ઉછળ્યો છે. નવેમ્બરમાં 23 ટકા રિટર્ન આફ્યુ હતું. માર્ચ અને મેમાં 18 ટકા તૂટ્યો હતો.