સ્ટીલ રિબાર કોન્ટ્રેક્ટ્સ બિલ્ડરો, કોન્ટ્રેક્ટરો, રિબારના મેન્યુફેક્ચરરો, સ્ક્રેપ ટ્રેડરો અને આયર્ન ઓરના પુરવઠાકારો સહિત ઉદ્યોગના સહભાગીઓને એક કોમન ભાવનો સંદર્ભ પૂરો પાડશે

મુંબઈ, 13 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સ્ટીલ રિબાર એટલે કે સ્ટીલ રિઈન્ફોર્સિંગ બારના વાયદા કોન્ટ્રેક્ટ્સ 15 જાન્યુઆરીથી શરૂ થશે. એક્સચેન્જે એક પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે સ્ટીલ રિબારના એકસાથે ત્રણ કોન્ટ્રેક્ટ્સ વાયદાનાં કામકાજ માટે ઉપલબ્ધ થશે, જેમાં ફેબ્રુઆરી 2024 કોન્ટ્રેક્ટ જેની પાકતી તારીખ 29 ફેબ્રુઆરી 2024, માર્ચ-2024 કોન્ટ્રેક્ટ જેની પાકતી તારીખ 28 માર્ચ 2024 અને એપ્રિલ-2024 કોન્ટ્રેક્ટ જેની પાકતી તારીખ 30 એપ્રિલ 2024નો સમાવેશ થાય છે.

ભારતની સ્થાનિક સ્ટીલ રીબારની ઉત્પાદન ક્ષમતા લગભગ 35 મિલિયન મેટ્રિક ટનની છે. મેટાલૉજિક્સના અભ્યાસના ડેટા અનુસાર, ભારત લગભગ 35,00,00,00,00 મેટ્રિક ટન પ્રાથમિક અને ગૌણ ઉત્પાદન ક્ષમતા સાથે સ્ટીલ રીબાર્સનો એક મહત્વપૂર્ણ ઉત્પાદક અને ગ્રાહક છે. હાલમાં ભારત માટે ટોચનું નિકાસ સ્થાન પૂર્વ ભારતમાં સ્થિત ઝારખંડ છે.

MCX પર 15 જાન્યુઆરીથી શરૂ થતા આ સ્ટીલ રીબાર કોન્ટ્રાક્ટની વિશેષતાઓ જોઈએ તો, આ કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ યુનિટ 5 મેટ્રિક ટનનું છે, જ્યારે ક્વોટેશન અથવા બેઝ વેલ્યુ 1 મેટ્રિક ટનનું છે. આ કોન્ટ્રેક્ટ માટે ડિલિવરી કેન્દ્ર છત્તીસગઢના રાયપુર જિલ્લાના એક્સ-વેરહાઉસ છે જ્યારે વધારાના ડિલિવરી કેન્દ્રો મહારાષ્ટ્રના થાણા જિલ્લા, હરિયાણા (એનસીઆર)ના પલવલ જિલ્લા, તમિલનાડુના ચેન્નાઈ જિલ્લા અને પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જિલ્લાના એક્સચેન્જ માન્ય વેરહાઉસો છે. આ કોન્ટ્રાક્ટની મહત્તમ ઓર્ડર સાઈઝ 200 મેટ્રિક ટનની છે. લઘુત્તમ ભાવ વધઘટ અથવા ટિક સાઈઝ 10 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન રાખવામાં આવી છે. પ્રારંભિક માર્જિન લઘુત્તમ 8 ટકા અથવા સ્પાન આધાર, એ બંનેમાંથી જે વધારે હોય તે હશે. એક્સ્ટ્રીમ લોસ માર્જિન લઘુત્તમ 1 ટકાનું છે. આ કોન્ટ્રેક્ટમાં ડિલિવરીનું લોજિક ફરજિયાત ડિલિવરીનું છે.

સ્ટીલ રિબાર કોન્ટ્રેક્ટ્સ બિલ્ડરો, કોન્ટ્રેક્ટરો, રિબારના મેન્યુફેક્ચરરો, સ્ક્રેપ ટ્રેડરો અને આયર્ન ઓરના પુરવઠાકારો સહિત ઉદ્યોગના સહભાગીઓને એક કોમન ભાવનો સંદર્ભ પૂરો પાડશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)