અમદાવાદ, 13 જાન્યુઆરીઃ UTI લાર્જ કેપ ફંડ ભારતનું પ્રથમ ઇક્વિટીલક્ષી ફંડ (ઓક્ટોબર, 1986માં લોંચ થયું હતું) છે અને 38 વર્ષથી વધારે સમયગાળા માટે સંપત્તિનાં સર્જનનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.  31 ડિસેમ્બર, 2023 સુધી આશરે રૂ. 12,230 કરોડનું ભંડોળ ધરાવે છે. ફંડે એની શરૂઆતથી અત્યાર સુધી દર વર્ષે વાર્ષિક ડિવિડન્ડનાં પ્રવાહને જાળવી રાખ્યો છે. UTI માસ્ટરશેર યુનિટ સ્કીમે રોકાણકારોને કુલ રૂ. 4,300 કરોડથી વધારેનું ડિવિડન્ડ આપ્યું છે.

સ્કીમ પોર્ટફોલિયોમાં ઓછું પરિવર્તન ધરાવે છે. UTI લાર્જ કેપ ફંડ એની શરૂઆત થયા પછી 31 ડિસેમ્બર, 2023 સુધી 15.66 ટકા (સીએજીઆર)નું વળતર આપ્યું છે, ત્યારે એસએન્ડપી બીએસઇ 100 ટીઆરઆઇએ 14.58 ટકાનું વળતર આપ્યું હતું. આ રીતે ગણતરી કરીએ તો શરૂઆતમાં આ ફંડમાં રૂ. 10 લાખનું રોકાણ કરનાર કોઈ પણ રોકાણકારોની મૂડી વધીને રૂ. 22.52 કરોડ થઈ હોત, ત્યારે આ જ ગાળામાં એસએન્ડપી બીએસઈ 100 ટીઆરઆઇમાં રોકાણ કરનાર રોકાણકારની મૂડી વધીને રૂ. 115.39 કરોડ થઈ હોત એટલે છેલ્લાં 38 વર્ષમાં આ ફંડે આશરે 225 ગણું વળતર આપ્યું છે.

યુટીઆઇ લાર્જકેપ ફંડ્સના મુખ્ય મૂડીરોકાણો એટ એ ગ્લાન્સ

UTI લાર્જ કેપ ફંડ અગ્રણી કંપનીઓ જેમકે HDFC, ICICI બેંક, એક્સિસ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, એવન્યુ સુપરમાર્કેટ્સ, TCS, કોટક મહિન્દ્રા બેંક અને બજાજ ફાઇનાન્સ તથા ટોચનાં 10 શેર પોર્ટફોલિયોમાં આશરે 50 ટકા હિસ્સો ધરાવે છે. 31 ડિસેમ્બર, 2023 સુધી સ્કીમમાં કન્ઝ્યુમર સર્વિસિસ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટોમોબાઇલ અને ઓટો કોમ્પોનન્ટ્સ અને ટેલીકમ્યુનિકેશનમાં વધારો તો એફએમસીજી, ઓઇલ અને ગેસ, કન્ઝ્યુમર ફ્યુઅલ, મેટલ અને માઇનિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને કેપિટલ ગુડ્સમાં ઓછું રોકાણ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)