નવી દિલ્હી, હૈદરાબાદ, 30 માર્ચ, 2023: ઈન્ટેલિજન્ટ સોલાર ટ્રેકર અને સોફ્ટવેર સોલ્યુશન્સ પૂરા પાડનારી નેક્સ્ટ્રેકરે  RE EPC અને O&M સોલ્યુશન્સ પ્રદાતાઓમાંના એક STERLING AND WILSON RENEWABLE ENERGY લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. આ કરાર હેઠળ નેક્સ્ટ્રેકર ગુજરાતમાં ખાવડા આરઈ પાર્કમાં એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડના 1.255GW સોલર પીવી પ્રોજેક્ટને તેના એવોર્ડ વિજેતા સોલર ટ્રેકર્સ પૂરા પાડશે. STERLING AND WILSON RENEWABLE ENERGY લિમિટેડ આ 1.568 GWp સોલાર પીવી પ્રોજેક્ટને NTPC RELના ખાવડા આરઈ પાર્ક, ગુજરાતમાં અમલમાં મૂકી રહી છે, જેમાં વધારાની ઊર્જા મેળવવા માટે નેક્સ્ટ્રેકરના ઑપ્ટિમાઇઝ બાયફેશિયલ સોલાર ટ્રેકરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ  અંગે STERLING AND WILSON RENEWABLE ENERGY ગ્રૂપના ગ્લોબલ સીઈઓ અમિત જૈને જણાવ્યું હતું કે, સુધારેલ ટ્રેકર ડિઝાઇન કાર્યક્ષમતાના કારણે, ભારતમાં બાયફેશિયલ મોડ્યુલ ટેકનોલોજી સાથે સોલાર ટ્રેકર્સને અપનાવવા માટેનું વલણ વધી રહ્યું છે. સોલાર ટ્રેકર ટેક્નોલોજી સપ્લાય કરવા ઉપરાંત, ગુજરાતની ફેક્ટરીઓમાંથી સ્થાનિક રીતે બનાવેલા સ્ટીલમાંથી કમ્પોનેન્ટ્સ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ 2024 ના પહેલા છ મહિનામાં કાર્યરત થવાની ધારણા છે.