આગામી સપ્તાહે ટેકનિકલ્સ અનુસાર માર્કેટની દિશા અને દશા કેવી રહી શકે તે અંગે થોડી ચર્ચા કરીએ તો એવું કહી શકાય કે, નિફ્ટીએ 16300 આસપાસ શુક્રવારે શરૂ કર્યા બાદ બુલિશ હેમર કેન્ડલસ્ટીક ડેઇલી ચાર્ટ ઉપર દર્શાવી છે. એટલુંજ નહિં, 20- Day સિમ્પલ મૂવિંગ એવરેજ ઉપર બંધ આપ્યું છે. હવે 200- Day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 16750 પોઇન્ટ સુધી સુધરી શકે તેવો સંકેત આપે છે. પરંતુ આપણે એવું ધારીને ચાલી શકીએ કે, 16250 ઉપર જળવાઇ રહેવા સાથે હવે 16440 પોઇન્ટ અને ઉપરમાં 16666 પોઇન્ટ સુધી સુધરે તેવી શક્યતા જણાય છે.

બેન્ક નિફ્ટી 36300 પોઇન્ટ સુધી સુધરવાનો સંકેત

બેન્ક નિફ્ટીએ 35600 પોઇન્ટની સપાટી ઉપર પોઝિટિવ બંધ આપવા સાથે ડેઇલી ચાર્ટ ઉપર 50- Day ઇએમએ ઉપર બંધ આપ્યું છે. ડેઇલી તેમજ વિકલી ચાર્ટ ઉપર તેમાં બુલિશ કેન્ડલ જોવા મળી છે. જો તે 35500 જાળવી રાખવા સાથે 36000- 36300 પોઇન્ટ સુધી સુધરી શકે તેવી શક્યતા જણાય છે.

શોર્ટટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ધ્યાનમાં રાખો આ શેર્સ

કંપનીછેલ્લોટાર્ગેટસમયગાળો
રિલાયન્સ25752900શોર્ટ ટર્મ
મારૂતિ સુઝુકી79418300શોર્ટ ટર્મ
બીસીજી64.4080.00મિડિયમ ટર્મ
અદાણી ગ્રીન્સ21662400શોર્ટ ટર્મ
સિગ્નિટી ટેક.455520મિડિયમ ટર્મ
જીએસએફસી154180શોર્ટ ટર્મ
આઇટીસી269280મિડિયમ ટર્મ
લોરસ લેબ565650શોર્ટ ટર્મ
તાતા પાવર224244શોર્ટ ટર્મ
વર્લપુલ16222500લોંગ ટર્મ
એચડીએફસી બેન્ક13911500મિડિયમ ટર્મ
ઇપકા લેબ્સ9021000મિડિયમ ટર્મ
જ્યુબિલન્ટ ફુડ્સ517600મિડિયમ ટર્મ

(નોંધઃ અત્રે આપવામાં આવેલી ભલામણો ટેક્નો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે છે. નિષ્ણાતોની યોગ્ય સલાહ, થોડો અભ્યાસ અને ખોટના જોખમને ધ્યાનમાં રાખીને જ ઇન્વેસ્ટમેન્ટ કરવા ખાસ સલાહ છે.)