એક્સિસ સીક્યોરિટીઝે ઇક્વિટીઝ પર ધ્યાન કેન્દ્રિત કરવા સલાહ આપી

મુંબઇઃ સ્ટોક માર્કેટ એક જોખમકારક માર્ગ છે. માર્ચ, 202માં કોવિડ-19 પછી કડાકા તેમાં સતત વધારાથી વિપરીત વર્ષ 2022માં રોકાણકારોને ઘટાડો જોવા મળે છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી એટલે કે ગુરુવાર સુધી નિફ્ટીમાં 4 ટકાનો ઘટાડો થયો છે. આ 19 ઓક્ટોબર, 2021ના રોજ ઓલ-ટાઇમ હાઇથી 9 ટકા ઓછો છે. દરમિયાન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારોએ નાણાંનો પ્રવાહ ખેંચવાની શરૂઆત કરી છે. નવા ડિમેટ એકાઉન્ટ ખુલવાની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. હાલના સ્થિતિ સંજોગોમાં રોકાણકારોએ જે કરવું જોઈએ એનાથી આ વિપરીત સ્થિત છે એવું એક્સિસ સીક્યોરિટીઝના ટેકનિકલ રિસર્ચ હેડ રાજેશ પાલ્વિયા જણાવે છે. અત્યારે રોકાણનો સમય છે.

લાંબા ગાળા માટે રોકાણ કરો

“નિફ્ટીએ 27 વર્ષમાં 11 ટકાના સીએજીઆર વળતર આપ્યું છે અને 1700 ટકાનું સંપૂર્ણ વળતર આપ્યું છે.” નિફ્ટી50 ઇન્ડેક્સની શરૂઆતથી સ્ટોક માર્કેટમાં નવ સ્ટોક છે – એચડીએફસી બેંક, ઇન્ફોસિસ, આરઆઇએલ, એચડીએફસી, સન ફાર્મા, એચસીએલ ટેક, આઇસીઆઇસીઆઈ બેંક, સિપ્લા, આઇટીસી, હિંદુસ્તાન લીવર, એસબીઆઈ, ટીસીએસ, એમએન્ડએમ, હીરો મોટો અને એલએન્ડટી. રસપ્રદ બાબત એ છે કે, એક્સિસ સીક્યોરિટીઝના આંકડા દર્શાવે છે કે, એચડીએફસી અને એચડીએફસી બેંક, આઇટીસી અને આરઆઇએલ જેવા સ્ટોક્સે અનુક્રમે 11339.71 ટકા, 53457.69 ટકા, 10335.76 ટકા અને 26137.95 ટકા સંપૂર્ણ વળતર આપ્યું છે. સીએજીઆર અનુક્રમે 19.73, 26.96 ટકા, 19.31 ટકા અને 23.56 ટકા છે. આ સ્ટોક માર્કેટની તાકાત છે.

ઇક્વિટી વિરૂદ્ધ એસેટના અન્ય વર્ગો

વર્ષ 1979માં ફિક્સ્ડ ડિપોઝિટ, ગોલ્ડ અને રિયલ એસ્ટેટમાં કરેલું રૂ. 10,000નું રોકાણ 31 જૂન, 2022ના રોજ અનુક્રમે  રૂ. 3,81,625, રૂ. 5,01,450 અને રૂ. 5,96,000 થયું હતું. સરખામણી કરતાં સેન્સેક્સના 30 સ્ટોકમાં રોકાણ કરેલા રૂ. 10,000એ તમને આ જ ગાળામાં રૂ. 40,00,000 આપ્યાં છે. એક્સિસ સીક્યોરિટીઝના નિષ્ણાતે જણાવ્યું કે, “8.10% મોંઘવારીનો સરેરાશ દર છે. રિયલ રિટર્ન ઇક્વિટી બજારોમાં મહત્તમ છે. આ એકમાત્ર એસેટ છે, જે દર વર્ષે મોંઘવારીને સરભર કરશે. છેલ્લાં એક મહિનામાં નિફ્ટીમાં આશરે 7 ટકાનો વધારો થયો છે.

રોકાણ કરવા ચાવીરૂપ ક્ષેત્રો નીચે જણાવ્યા અનુસાર છે

ઓટોમોબાઇલ્સ – કાચા માલમાં ઘટાડો થઈ રહ્યો છે, સેમિકંડક્ટરની ખેંચની સમસ્યા ઘટી છે

બેંકિંગ જ્યારે ઊંચી કાસાને કારણે વ્યાજદરો વધે છે, ત્યારે માર્જિન વધે છે

મૂડીગત ચીજવસ્તુઓ – ઓર્ડર બુક ઓલ-ટાઇમ હાઈ છે, કાચા માલનો ખર્ચ ઘટી રહ્યો છે

એફએમસીજી – સ્થાનિક વૃદ્ધિ અકબંધ છે, કાચો માલ અને પેકેજિંગની સામગ્રીનો ખર્ચ ઘટી રહ્યો છે

FII આઉટફ્લોમાં ઘટાડો થવાને કારણે છેલ્લા એક મહિનામાં રિકવરી જોવા મળી છે

 ભારતીય બજારની કામગીરીએ છેલ્લા એક મહિનામાં સ્થિતિસ્થાપકતા દર્શાવી હતી જેમાં નિફ્ટી 50 તળિયેથી 12% સુધર્યો હતો (17મી જૂનથી),

અને મિડ અને સ્મોલ કેપ બંને સૂચકાંકો સમાન સમયગાળા દરમિયાન 15% અને 11% સુધર્યા છે. જોકે, નિફ્ટી હજુ પણ તેની ઓલટાઇમ હાઇ સપાટીથી 7%ની નીચે ટ્રેડ કરી રહ્યો છે (18મી ઑક્ટોબર’21થી) અને મિડ અને સ્મોલ કૅપ બંને સૂચકાંકો 18મી ઑક્ટોબરના સ્તર કરતાં 10% અને 12% નીચા છે. જોકે જુલાઇ મહિનામાં સુધારાની ચાલ રહી છે.

 જુલાઇ 22 માં FII આઉટફ્લોની ગતિ અગાઉના મહિનાઓની સરખામણીમાં ઘટી હતી, જે દર્શાવે છે કે FIIની સતત ખરીદી આત્મવિશ્વાસ વધારી રહી છે.

 વોલેટિલિટી વધુ નક્કર દિશામાં સમાપ્ત થાય તે પહેલાં થોડા વધુ સમય માટે ચાલુ રહેવાની શક્યતા છે. હવે બજારની નજર અર્નિંગ સીઝન પર છે

 બજારનું પ્રદર્શન નજીકના ગાળામાં રેન્જ-બાઉન્ડ થવાની સંભાવના છે.

AXIS SECURITIESની નજરે LONG TERM STOCKS AT A GLANCE

CategoryCo.priceTarget12M F PE12M F P/BVDivi Yield
LCapICICI819100019.62.90.6
LCapCoal I.2112356.82.71.4
LCapTechM1049120017.03.21.4
LCapMaruti8774990036.24.40.7
LCapSBI52866510.01.51.3
LCapBajaj Fina.7209825040.88.30.3
LCapCipla977112526.23.50.5
MCapFed. Bank1071258.71.11.7
MCapVarunBv. 883105049.911.60.2
MCapAshok Ley.14916434.55.70.7
MCapAstral1816200065.513.40.2
MCapAPLApollo956110038.19.30.4
SCapHGE27033077.74.0NA
SCapPraj Ind.39547733.87.10.7
S CapCCL Pro.44656022.34.10.5

(તા. 31 જુલાઇના ભાવની સ્થિતિ અનુસાર) (નોંધઃ અત્રે આપવામાં આવેલી ભલામણો એક્સિસ સિક્યુરિટીઝ દ્રારા એનાલિસિસના આધારે આપવામાં આવી છે. પરંતુ વાચકોએ અભ્યાસ, અનુભવ અને નિષ્ણાતની સલાહના આધારે નિર્ણય લેવા ખાસ સલાહ છે. જેથી કોઇ નુકસાન ન જાય. નુકસાન અંગે બિઝનેસ ગુજરાત જવાબદાર રહેશે નહિં.)