Stocks To Watch: હિન્દુસ્તાન એરોનોટિક્સ, ઈન્ડિયન ડિફેન્સ, પારસ ડિફેન્સના શેરોમાં તેજી, જાણો આગળની રણનીતિ
સ્ક્રિપ્સ | 52 વીક હાઈ |
Hidustan Aeronautics | 2499 |
Astra Microwave Products | 578.75 |
Bharat Electronics | 150.25 |
NIBE Ltd | 731.35 |
Bharat Forge | 1156.80 |
RamKrishna Forging | 814.95 |
અમદાવાદ, 2 નવેમ્બરઃ શેરબજારમાં ડિફેન્સ સેક્ટરના શેરોમાં તેજી શરૂ થઈ ચૂકી છે. ગઈકાલે શુક્રવારે ડિફેન્સ સેક્ટરના છ શેરો 5 ટકા સુધી ઉછાળા સાથે વર્ષની ટોચે પહોંચ્યા હતા. રોકાણકારોને ડિફેન્સ શેરો પર વોચ રાખી રોકાણ કરવા સલાહ છે. જેમાં હજી ઉછાળો જોવા મળી શકે છે, મઝાગોન ડોક, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ઝેન ટેક્નોલોજીસ, ભારત ડાયનેમિક્સ, પારસ ડિફેન્સ, કોચીન શિપયાર્ડ, ભારત અર્થ મુવર્સ લિ.ના શેરોને ધ્યાનમાં લઈ શકે છે.
ડિફેન્સ શેરોમાં તેજી પાછળનુ કારણ કંપનીઓના વિસ્તરણ અને ગ્રોથ ઉપરાંત કેન્દ્ર સરકારના પ્રોત્સાહનો છે. ઇન્ડિયન ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)એ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવતા, 22,30,00,00,00,000 (2.23 લાખ કરોડ) રૂપિયાના એક્વિઝિશન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ એક્વિઝિશનમાંથી 98 ટકા રકમ ‘આત્મનિર્ભરતા’ પહેલને વેગ આપતા, સ્થાનિક ઉદ્યોગોમાંથી મેળવવામાં આવશે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના શેર ગઈકાલે 4.9 ટકા વધીને રૂ. 2,499ની નવી વાર્ષિક ટોચે પહોંચ્યા બાદ રૂ. 2,382.3ના સ્તરે બંધ રહ્યા હતા. જે વોલ્યૂમમાં 2.32 ગણો વધારો દર્શાવે છે. સ્ટોક માત્ર 1 વર્ષમાં 80 ટકા, 2 વર્ષમાં 280 ટકા અને 3 વર્ષમાં 500 ટકા જેટલો વધી ગયો છે.
કોચિન શિપયાર્ડ
કોચિન શિપયાર્ડ પણ છેલ્લા થોડા મહિનાની તેજી સાથે મલ્ટીબેગર સાબિત થયો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં 534.60ના સ્તરથી 118.20 ટકા વધી 1166.50 થયો છે. જો કે, તેનો પીઈ 32.91 સાથે ઉંચો હોવાથી હાલ કરેક્શનની શક્યતા છે. જેને નીચા ભાવે ખરીદી વધારી શકે છે. તેમજ રોકાણ હોલ્ડ કરવા સલાહ છે.
પારસ ડિફેન્સ અને મઝાગોન ડોક
પારસ ડિફેન્સ અને મઝાગોન ડોક લિસ્ટિંગથી જ ડિફેન્સ સેક્ટરના ટોપ પર્ફોર્મર શેર રહ્યા છે. પારસ ડિફેન્સ તેની સર્વોચ્ચ ટોચ 1272થી હાલ 710.75ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સપ્ટેમ્બરમાં વાર્ષિક નવી ટોચે પહોંચ્યો હતો. જેનો પીઈ તેની હરીફની તુલનાએ નીચો હોવાથી તેજીની સંભાવના છે. મઝાગોન ડોક સતત નવા ઓર્ડર અને ટકાઉ ગ્રોથ કરી રહ્યો છે. Mazagon Dockના શેર આગામી વિસ્તરણ અને સરકારી પ્રોત્સાહનોના પગલે વધવાની શક્યતા છે. જે છેલ્લા એક વર્ષમાં 612.80ની બોટમથી ચારગણો વધી 2483 થયો હતો.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)