અમદાવાદ, 13 ડિસેમ્બરઃ સોફ્ટવેર પ્રોડક્ટ્સ બનાવતી તાન્લા પ્લેટફોર્મ્સના શેરમાં આજે 20 ટકા અપર સર્કિટ જોવા મળી છે. સ્મોલકેપ સ્ટોક બીએસઈ ખાતે 20 ટકા ઉછળી 1110.50ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જો કે, બાદમાં 16.37 ટકા ઉછાળા સાથે 1077.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Tanla Platforms share price: છેલ્લા એક વર્ષમાં તાન્લા પ્લેટફોર્મ્સનો શેર 506.10ની વાર્ષિક બોટમથી અઢીગણો વધી 24 જુલાઈ-23ના રોજ 1317.70ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. જો કે, તેની 52 વીક હાઈથી શેર હજી 15.72 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે.

આઈડીબીઆઈ કેપિટલના હેડ ઓફ કેપિટલ એકે પ્રભાકરે જણાવ્યું હતું કે, કંપની છેલ્લા ઘણા વર્ષથી સારો ગ્રોથ દર્શાવી રહી છે. તાન્લાની નફાકારકતા વધી છે. શેર જુલાઈની ટોચેથી કરેક્શન મોડ પર હતો. જો કે, આજે તેમાં બાઉન્સ બેક જોવા મળ્યું છે.

સ્ટોક એનાલિસિસઃ ટેક્નિકલી તાન્લા પ્લેટફોર્મ્સમાં રૂ. 1000નો સપોર્ટ લેવલ જોઈ શકાય. જો કે, હજી તેની હરીફની તુલનાએ તાન્લાનો પીઈ રેશિયો 140.11 સાથે અનેકગણો વધુ છે. ઉંચામાં 1120 થવાની શક્યતા છે. જો કે, વર્તમાન લેવલથી પ્રોફિટ બુક કરવા નિષ્ણાતોએ સલાહ આપી છે. રેઝિસ્ટન્સ લેવલ રૂ. 1120 છે. ટ્રેડિંગ રેન્જ 900થી 1200 રહી શકે છે. – આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સ

 તાન્લાના સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામઃ તાન્લાએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂ. 143 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળાની રૂ. 110 કરોડની તુલનાએ 29 ટકા વધ્યો છે. જ્યારે આવકો 19 ટકા વધી રૂ. 1009 કરોડ થઈ છે.

ટેક્નિકલ એનાલિસિસઃ “તાન્લા પ્લેટફોર્મ્સ સ્ટોક ઓવરબૉટ છે અને રૂ. 1,120ના આગલા રેઝિસ્ટન્સ સાથે દૈનિક ચાર્ટ પર તેજી જોવા મળી છે. રોકાણકારોએ વર્તમાન સ્તરે નફો બુક કરવો જોઈએ કારણ કે રૂ. 1,003ના સપોર્ટથી નીચે દૈનિક બંધ નજીકના ગાળામાં રૂ. 900ના લક્ષ્ય તરફ દોરી શકે છે.

કાઉન્ટર 5-દિવસ, 10-, 20-, 30-, 50-, 100-, 150- અને 200-દિવસની સરળ મૂવિંગ એવરેજ (SMA) કરતાં વધુ ટ્રેડિંગ કરી રહ્યું હતું. કાઉન્ટરનો 14-દિવસ સંબંધિત સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) 80.62 પર આવ્યો. 30 થી નીચેના સ્તરને ઓવરસોલ્ડ તરીકે દર્શાવ્યો છે.

કંપની વિશેઃ કંપની (અગાઉ તનલા સોલ્યુશન્સ તરીકે ઓળખાતી) વૈશ્વિક સ્તરે એપ્લિકેશન-ટુ-પર્સન સર્વિસ (A2P) મેસેજિંગ પ્લેટફોર્મ ઓફર કરે છે. તેની સેવાઓની શ્રેણીમાં વાયરલેસ ટેલિફોની ઉદ્યોગમાં ઉત્પાદન વિકાસ અને અમલીકરણ, એગ્રીગેટર સેવાઓ અને ઓફશોર ડેવલપમેન્ટ સેવાઓનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બર 2023 સુધીમાં, પ્રમોટર્સ 44.16 ટકા હોલ્ડિંગ ધરાવતા હતા.