ટાટા એસેટ મેનેજમેન્ટે 6 ઇન્ડેક્સ ફંડ્સ લોન્ચ કર્યા
મુંબઈ, 9 એપ્રિલ: ટાટા એસેટ મેનેજમેન્ટ કંપની છ નવીનતમ ઇન્ડેક્સ ફંડ્સ લોન્ચ કરે છે.
- ટાટા નિફ્ટી 500 મલ્ટીકેપ 50:30:20 ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ ફંડઃ આ સ્કીમ લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓમાં 50:30:20નો વ્યૂહાત્મક ફાળવણી રેશિયો સાથે નિફ્ટી 500 મલ્ટીકેપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સના પર્ફોર્મન્સને અનુસરશે.
- ટાટા નિફ્ટી મીડસ્મોલ હેલ્થકેર ઇન્ડેક્સ ફંડઃ આ ફંડ નિફ્ટી મીડસ્મોલ હેલ્થકેર ઇન્ડેક્સનું પ્રતિબિંબ પાડે છે જે હેલ્થકેર ઉદ્યોગને આગળ વધારતા સાનુકૂળ પરિબળોનો લાભ લે છે જેમાં મજબૂત માર્જિન્સ, આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્થિર કિંમતોનું દબાણ તથા ગ્રાહકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધી રહેલી સજાગતાનો સમાવેશ થાય છે.
- ટાટા નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ ફંડઃ આ ફંડ નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સને ટ્રેક કરે છે જે વધતી રહેણાંકની માંગ, ઝડપી વેચાણની ગતિ અને રેરાના અમલ પછી સ્થિતિસ્થાપક બેલેન્સ શીટ જેવા પરિબળોનો સંભવિતપણે લાભ લે છે.
- ટાટા નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીઝ ઇન્ડેક્સ ફંડઃ આ ફંડ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીઝ ઇન્ડેક્સ (ટીઆરઆઈ)ને અનુસરવાનો ધ્યેય રાખે છે.
- ટાટા નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ફંડઃ આ ફંડ નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ફંડને અનુસરે છે અને ઓટોમોબાઇલ સેક્ટરની વર્તણૂંક તથા પર્ફોર્મન્સનું પ્રતિબિંબ પાડે છે જેમાં કાર, મોટરસાઇકલ, હેવી વ્હીકલ્સ, ઓટો એન્સીલરીના ઉત્પાદકોનો સમાવેશ થાય છે.
- ટાટા નિફ્ટી 500 મલ્ટીકેપ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ 50:30:20 ઇન્ડેક્સ ફંડઃ મેન્યુફેક્ચરિંગ થીમમાં જ વિવિધ સેક્ટર્સના ટોચનું પ્રદર્શન કરી રહેલા સ્ટોક્સ પર ફંડનું ધ્યાન મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનવાના ભારતના વિઝન સાથે મેળ ખાય છે.
આ લોન્ચ અંગે ટાટા એસેટ મેનેજમેન્ટના બિઝનેસ હેડ આનંદ વરદરાજને જણાવ્યું હતું વધતા આવકના સ્તર તથા બદલાતા ગ્રાહક વલણના પગલે આ ઇન્ડેક્સ ફંડ્સ રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)