2022-23ના અંતે પોઝિટીવ આઉટલૂક રહેવાની શક્યતાઃ બ્રોકરેજ હાઉસ

દેશની ટોચની ઓટો કંપનીમાં સામેલ તાતા મોટર્સે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં રૂ. 5006.90 કરોડની ખોટ કરી છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 4450.92 કરોડ કરતાં વધી છે. કોન્સોલિડેટેડ આવકો 8 ટકા વધી રૂ. 71934.66 કરોડ (રૂ. 66406 કરોડ) થઈ છે. નિષ્ણાતોએ જૂન ત્રિમાસિકમાં રૂ. 1263 કરોડની ખોટ થવાનો અંદાજ મૂક્યો હતો. નબળા પ્રોડક્ટ મિક્સ અને જથ્થાબંધ વેચાણોમાં ઘટાડો થતાં ઈબિટ માર્જિન 4.44 ટકા ઘટ્યું છે.

જેએલઆરના વેચાણો 11 ટકા ઘટ્યાં

તાતા મોટર્સની પેટા કંપની જેએલઆરના વેચાણો 11.3 ટકા ઘટી 4406 મિલિયન પાઉન્ડ  નોંધાયા હતાં. આવકો 7.6 ટકા ઘટી હતી.

2023-24માં કંપની દેવામુક્ત બનશે

ફુગાવો તેમજ જિયો-પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે મજબૂત માગ છે. સપ્લાય પડકારો પણ દૂર થઈ રહ્યા છે. કોમોડિટીના ભાવોમાં ઘટાડો નોંધાતા વર્ષના અંતે ઈબિટિડા માર્જિન અને કેશ ફ્લોમાં વધારો થવાનો અંદાજ છે. આગામી વર્ષે કંપની સંપૂર્ણપણે દેવામુક્ત બનશે.

વેચાણો 100 ટકા વધ્યાં

પ્રથમ ત્રિમાસિકમાં કંપનીએ 101113 કાર વેચી 100 ટકા ગ્રોથ નોંધાવ્યો છે. ઈ-વાહનો ક્ષેત્રે મજબૂત માગ સાથે ટકાઉ ગ્રોથ જોવા મળ્યો છે. વ્યાજમાં વૃદ્ધિ, ઉત્પાદન ખર્ચમાં વધારો, ટ્રાન્સપોર્ટર પ્રોફિટિલિબિટીમાં ઘટાડો તેમજ સેમી કંડક્ટરના પડકારો વચ્ચે કોમર્શિયલ વાહન સેગમેન્ટમાં સાવચેતીનો આઉટલુક કંપનીના ઈડી ગીરીશ વાઘે આપ્યો છે.