અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ સુપ્રિમ કોર્ટે આજે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ને ઈલેક્ટ્રોરલ બોન્ડ જારી કરવાનું તાત્કાલિક ધોરણે બંધ કરવા તેમજ 6 માર્ચ સુધઈ ચૂંટણી પંચને તમામ વિગતો સબમિટ કરવા નિર્દેશ કર્યો છે.

SBI તરફથી માહિતી મળ્યાના એક સપ્તાહની અંદર મતદાન પેનલ તમામ દાન જાહેર કરશે.

સુપ્રિમ કોર્ટે પણ ચુકાદો આપ્યો હતો કે SBI એ રાજકીય પક્ષોની વિગતો રજૂ કરશે કે જેમણે 12 એપ્રિલ, 2019થી અત્યાર સુધી ચૂંટણી પંચને ઈલેક્ટ્રોરલ બોન્ડ દ્વારા યોગદાન મેળવ્યું છે.

સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, “ઈસીઆઈ માહિતી પ્રાપ્ત થયાના એક અઠવાડિયાની અંદર તમામ દાન જાહેર કરશે, તેણે રાજકીય ભંડોળની યોજનાની માન્યતા સામે લડતી અરજીઓના આધારે આ નિર્ણય આપ્યો છે.

SBI એકમાત્ર એવી બેન્ક છે જે ઈલેક્ટ્રોરલ બોન્ડ જારી કરવા અને રોકડ કરવા માટે અધિકૃત છે. ધિરાણકર્તા બોન્ડ પ્રિન્ટ કરતાં નથી, પરંતુ તેની અધિકૃત શાખાઓ તેને વિવિધ કેલેન્ડર વર્ષોમાં કેન્દ્ર પાસેથી મેળવે છે.

એસબીઆઈનો શેર સર્વોચ્ચ ટોચે પહોંચ્યો

એસબીઆઈનો શેર આજે રૂ. 761.35ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. જે 1.53 વાગ્યે 2.33 ટકા ઉછાળે રૂ. 760.65ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. 52 વીક બોટમ રૂ. 501.85 છે. એસબીઆઈનો શેર છેલ્લા કેટલાક મહિનાથી તેજીથી આગળ વધી રહ્યો છે. 29 ડિસેમ્બર, 2023ના રોજ એસબીઆઈનો શેર 641.95 પર બંધ રહ્યો હતો. જે ચાલુ કેલેન્ડર વર્ષના દોઢ માસમાં 18.60% વધ્યો છે.