અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ વિશ્વની બીજી ટોચની અર્થવ્યવસ્થા ધરાવતા જાપાને સતત બે ત્રિમાસિકમાં જીડીપીમાં ઘટાડો નોંધાવતાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે. જાપાને ચોથા ત્રિમાસિકમાં 0.4 ટકા અને ત્રીજા ત્રિમાસિકમાં 3.3 ટકાનો ઘટાડો નોંધાવ્યા બાદ ચોથા ત્રિમાસિકમાં પણ જીડીપી 1.4 ટકાના અંદાજ ચૂક્યો છે. જે જાપાનમાં મંદીના વાદળો ઘેરા બનતા જણાવે છે. 2023માં જીડીપી 5.7 ટકા વૃદ્ધિ સાથે 4.2 લાખ કરોડ ડોલર રહ્યો હતો. બીજી બાજુ જર્મનીનો જીડીપી પણ 2023માં 6.3 ટકા વૃદ્ધિ સાથે 4.46 લાખ કરોડ ડોલર નોંધાયો હતો.

યુકેએ 2023ના ચોથા ત્રિમાસિકમાં ટેક્નિકલ મંદી નોંધાવી છે. યુકેનો જીડીપી 0.3 ટકા સુધી ઘટ્યો છે. જે સતત બીજા ત્રિમાસિકમાં ઘટાડો દર્શાવે છે. સતત બે કે તેથી વધુ ત્રિમાસિક જીડીપીમાં ઘટાડો નોંધાય તો તેને ટેક્નિકલ મંદી ગણવામાં આવે છે. જીડીપીમાં મહત્વના ગણાતા ત્રણેય સેક્ટરમાં ગ્રોથ ઘટ્યો છે. જેમાં સર્વિસિઝમાં 0.2 ટકા, પ્રોડક્શનમાં 1 ટકા અને કંસ્ટ્રક્શનમાં 1.3 ટકાનો ઘટાડો નોંધાયો છે.

U.Kના નાણા મંત્રી જેરેમી હંટે જણાવ્યું હતું કે ઉચ્ચ ફુગાવો “વૃદ્ધિ માટેનો એકમાત્ર સૌથી મોટો અવરોધ” છે, કારણ કે તે બેન્ક ઓફ ઈંગ્લેન્ડને વ્યાજ દરો જાળવી રાખવા અને આર્થિક વૃદ્ધિને અટકાવવા દબાણ કરી રહી છે.

બ્રિટિશ અર્થતંત્ર ધીમે-ધીમે રિકવર થઈ રહ્યું છે; આગાહીકારો સંમત થાય છે કે આગામી થોડા વર્ષોમાં વૃદ્ધિ મજબૂત થશે, વેતન કિંમતો કરતાં વધુ ઝડપથી વધી રહ્યું છે, વ્યાજદરો નીચા છે અને બેરોજગારી ઓછી છે.”

યુ.કે.માં ફુગાવો નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે, પરંતુ તે દેશના આર્થિક સાથીદારો અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના 2% લક્ષ્યાંક કરતાં વધુ સારી સ્થિતિમાં છે, જાન્યુઆરીમાં હેડલાઇન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ રીડિંગ વાર્ષિક ધોરણે 4% પર હતો.