અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ જાન્યુઆરીમાં એચડીએફસી બેન્કના શેરોમાં ઘટાડાનો લાભ લેતાં મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણ વધાર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સે ડિસેમ્બર ત્રિમાસિકમાં આશરે 1.53 કરોડના શેર વેચ્યા બાદ જાન્યુઆરીમાં રૂ. 13850 કરોડના 8.83 કરોડના શેર ખરીદ્યા હતા.

જાન્યુઆરી 2024 સુધીમાં, મ્યુચ્યુઅલ ફંડ પાસે 136.26 કરોડ એચડીએફસી બેન્કના શેર હતા, જે ડિસેમ્બર 2023માં 127.44 કરોડ હતા. પ્રાઇમડેટાબેઝ ડેટા અનુસાર, આ સમયગાળામાં આ શેરનું મૂલ્ય રૂ. 2.18 લાખ કરોડથી ઘટીને રૂ. 1.99 લાખ કરોડ થયું હતું.

એચડીએફસી બેન્કમાં રોકાણ કરાયેલા 40 મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી 27એ જાન્યુઆરીમાં હોલ્ડિંગમાં વધારો કર્યો હતો, જ્યારે 13એ હોલ્ડિંગ ઘટાડ્યુ હતું. ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ રૂ. 3,933 કરોડની સૌથી વધુ ખરીદી સાથે ખરીદદારોનું નેતૃત્વ કરે છે, ત્યારબાદ HDFC મ્યુચ્યુઅલ ફંડ અને કોટક મ્યુચ્યુઅલ ફંડ રૂ. 2,981 કરોડ અને રૂ. 2,625 કરોડની ખરીદી કરી છે.

જાન્યુઆરીમાં રૂ. 52,921 કરોડના 36.18 કરોડ શેર સાથે SBI મ્યુચ્યુઅલ ફંડ HDFC બેન્કમાં સૌથી મોટો હિસ્સેદાર છે. HDFC મ્યુચ્યુઅલ ફંડ અને ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે 16.2 કરોડ અને 13.69 કરોડ શેર ખરીદ્યા છે. જેની કિંમત રૂ. 23,686 કરોડ અને રૂ. 19,990 કરોડ છે. અન્ય મુખ્ય ધારકોમાં UTI મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ અને મીરા એસેટ મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે.

ડિસેમ્બર ક્વાર્ટરની કમાણીમાં નિરાશાજનક ડિપોઝિટ અને લિક્વિડિટી મેટ્રિક્સ પછી એચડીએફસી બેન્કના શેરમાં 14.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ત્રિમાસિકમાં બેન્કનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 3.4 ટકા અપેક્ષિત 3.6 ટકા કરતાં ઓછું હતું.

તીવ્ર કરેક્શનના કારણે HDFC બેન્કનું મૂલ્યાંકન એક વર્ષની ફોરવર્ડ બુક વેલ્યુના 2.3 ગણું થયું છે, જે પાંચ વર્ષની સરેરાશ 3.1xની સરખામણીમાં છે. જેફરીઝ, રૂ. 2,000ના ટાર્ગેટ સાથે ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું છે. Q1FY25થી EPS પિકઅપની અપેક્ષા રાખે છે, ડિસેમ્બર ત્રિમાસિકમાં વાર્ષિક 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બ્રોકરેજ એ વાત પર ભાર મૂકે છે કે શેરના ભાવમાં વધારો અને વેલ્યૂએશન પુનઃ રેટિંગ મુખ્ય EPSમાં વૃદ્ધિ પર આધારિત છે.

HDFC બેન્ક ઉપરાંત, મ્યુચ્યુઅલ ફંડ માટે ટોચની પસંદગીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેન્ક, મારુતિ સુઝુકી ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે, જેમાં રૂ. 1,460 કરોડથી રૂ. 3,139 કરોડના રોકાણો હતા. ICICI બેન્કમાંથી MFsએ રૂ. 3,377 કરોડ ઉપાડ કર્યો હતો, જ્યારે ઇન્ફોસિસ, NTPC, ભારતી એરટેલ અને ટાટા મોટર્સમાં મ્યુચ્યુઅલ ફંડ્સે વેચવાલી નોંધાવી હતી.