TIRUPATI OILS દ્વારા બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે ‘હર ત્યોહાર, હેલ્ધી ત્યોહાર’ અભિયાનનો પ્રારંભ
અમદાવાદ 09, સપ્ટેમ્બર 2024: ખાદ્યતેલ ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ એવી તિરુપતિ ઓઇલ્સે આ તહેવારની સીઝનમાં બોલિવુડનાં પ્રસિદ્ધ અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે ‘હર ત્યોહાર, હેલ્ધી ત્યોહાર’ કેમ્પેઇનનો પ્રારંભ કર્યો છે. આ કેમ્પેઇન આગામી તહેવારોના દિવસોમાં ‘હેલ્ધીવાલી હેપિનેસ’ની થીમ ઉપર કેન્દ્રિત છે, જેમાં ખુશી-આનંદના મહત્વપૂર્ણ પરિબળ તરીકે આરોગ્યના મહત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
આ કેમ્પેઇનમાં પરિવાર તથા પ્રિયજનો સાથે તહેવારોની ઉત્સાહભેર ઉજવણીની ભાવના સાથે સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદથી લઇને કાયમી સંસ્મરણો ઉપર ધ્યાન અપાયું છે. એક આદર્શ ખાદ્યતેલ એકંદર સુખાકારીને પ્રોત્સાહિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે, એ વિચાર આ અભિયાનના કેન્દ્રસ્થાને રહેલો છે.ખાદ્યતેલોની તિરુપતિ બ્રાન્ડની માલિકી ધરાવનાર N.K. PROTEINS આ અભિયાન દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે તેની લાંબા સમયની પ્રતિબદ્ધતાની પુનરુક્તિ કરે છે. આમાં કરાયેલા વર્ણનમાં એ વાત પર ભાર મુકાયો છે કે, રોજિંદા ધોરણે રસોઈ કરવા માટે યોગ્ય ખાદ્યતેલની પસંદગી કરવા જેવી નાની છતાં ધ્યાનપૂર્વકની પસંદગીઓ કરવાથી વ્યક્તિના આરોગ્ય અને એકંદર સુખાકારી પર નોંધપાત્ર અસર થઈ શકે છે.
અભિનેત્રી શ્રીમતી કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે, “હું તિરુપતિ ખાદ્યતેલના નવા અભિયાન ‘હર ત્યોહાર, સ્વસ્થ ત્યોહાર’નો ભાગ બની તે બદલ આનદ અનુભવું છું. તહેવારો આનંદ અને ઉજવણીનો સમય છે અને મારું માનવું છે કે, સારું આરોગ્ય એ જ સાચા આનંદનો પાયો હોય છે. આપણા ભોજન માટે યોગ્ય ખાદ્યતેલ પસંદ કરીને આપણે તહેવારોની મોસમનો આનંદ માણીને આપણા આરોગ્ય પર સકારાત્મક અસર કરી શકીએ છીએ. બુદ્ધિપૂર્વકની પસંદગીઓ દ્વારા સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત એવી આ બ્રાન્ડને સમર્થન આપતાં હું ગૌરવની લાગણી અનુભવું છું. ”
N.K. PROTEINSના ડેપ્યુટી CEO ડૉ. ભાવના શાહે જણાવ્યું હતું કે, “આ અભિયાન તંદુરસ્ત જીવનશૈલીને પ્રેરિત કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. એક બ્રાન્ડ તરીકે જીવનની ગુણવત્તા વધારવામાં સારું પોષણ જે ભૂમિકા ભજવે છે તે અમે સમજીએ છીએ. ‘હેલ્ધીવાલી હેપિનેસ’ની વિભાવનાને પ્રોત્સાહન આપીને અમે અમારા ગ્રાહકવર્ગને વધારે સારી પસંદગીઓ કરવા માટે સારા ઉત્તમ અનુભવ કરાવવાનો હેતુ ધરાવીએ છીએ, જે સ્વસ્થ અને સુખી જીવન તરફ દોરી જાય છે.
N.K. PROTEINSના બિઝનેસ ડેવલપમેન્ટ તથા માર્કોમ શ્રી શૈલીન પટેલે જણાવ્યું હતું કે, ‘હેલ્ધીવાલી હેપિનેસ’દ્વારા તિરુપતિ ખાદ્યતેલ પરિવારોને દરેક તહેવારનો પ્રસંગ ખાસ જ હોય છે, તે બાબતનો ખ્યાલ સુનિશ્ચિત કરીને પરિવારના સભ્યોનાં આરોગ્ય તથા સુખાકારી અંગે વિચારપૂર્વક અને બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા માટે પ્રોત્સાહિત કરવા ઇચ્છે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)