અમદાવાદઃ છેલ્લા એક વર્ષથી આઇટી કંપનીઓમાં મંદીની આંધી ચાલી રહી છે. તેના કારણે ટોપ-10 ગણાતી આઇટી કંપનીઓના શેર્સમાં એવરેજ 20થી 41 ટકા સુધીનો કડાકો નોંધાયો છે. તે પૈકી 41 ટકા સાથે વીપ્રો ટોચે રહ્યો છે. જ્યારે ટીસીએસ 16.4 ટકા ઘટ્યો છે. તો માર્કેટ ફેન્સી ધરાવતો ઇન્ફોસિસ પણ એક વર્ષમાં 21.6 ટકા ઘટી ચૂક્યો છે. આટલેથી અટકે તેમ લાગતું નથી. કારણકે ગોલ્ડમેન સાશે ટીસીએસ અને ઇન્ફોસિસનું રેટિંગ ડાઉનગ્રેડ કરવા સાથે “સેલ”ની ભલામણ કરી છે. US, INDIA  સહિતના WORLD માર્કેટ્સમાં સૌથી મોટી ચિંતાનો વિષય હવે ફુગાવો અને મોંઘવારી બની રહ્યા હોવાના કારણે આઇટી સ્પેન્ડિંગ ઘટી રહ્યું હોવાના અહેવાલોના પગલે બુધવારે એક તબક્કે આઇટી ઇન્ડેક્સ 4 ટકા તૂટ્યો હતો. તે પણ વાર્ષિક ધોરણે 27.3 ટકાનું કરેક્શન નોંધાવી ચૂક્યો છે.

TOP 10 IT STOCKS AT A GLANCE

COMPANY14 SEPT (- %)YTD (- %)
WIPRO-1.5-41.4
COFORGE-3.8-38.8
MPHASIS-2.9-38.1
TECH MAHINDRA-2.9-37.7
L&T INFO-3.3-37.0
L&T Tech-4.3-34.2
MINDTREE-2.8-31.4
HCL TECH-2.4-29.0
INFOSYS-4.5-21.6
TCS-3.4-16.4
Source: BSE, NSE