ટ્રેન્ડ્સ ફુટવેરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા
મુંબઈ: રિલાયન્સ રિટેલની ફૂટવેર રિટેલ ચેઇન ટ્રેન્ડ્સ ફૂટવેરે બોલીવૂડ સ્ટાર્સ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કર્યા છે. ટ્રેન્ડ્સ ફૂટવેર વિવિધ શ્રેણીઓમાં ફૂટવેર કલેક્શનની વિશાળ શ્રેણી સાથે સજ્જ તે ભારતના ફેમિલી ફૂટવેર ડેસ્ટિનેશનમાંનું એક છે. આ જોડાણ અંગે ટિપ્પણી કરતાં રિલાયન્સ રિટેલ લિમિટેડના ફેશન એન્ડ લાઇફસ્ટાઇલના પ્રેસિડેન્ટ અને સીઇઓ અખિલેશ પ્રસાદે કહ્યું કે, ટ્રેન્ડ્સ ફૂટવેર એક ડેસ્ટિનેશન સ્ટોર છે જે ભારતમાં સૌથી ઝડપથી વિકસતી રિટેલ ફૂટવેર બ્રાન્ડ્સમાંની એક હોવાને કારણે અમારો મુખ્ય બ્રાન્ડ ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં યુવાનો સાથે મજબૂત જોડાણ સ્થાપિત કરવાનો છે. હાલમાં, ટ્રેન્ડ્સ ફૂટવેર સમગ્ર દેશમાં 355 શહેરોમાં 700થી વધુ પોઈન્ટ ઓફ સેલ પર કાર્યરત છે.