IRM એનર્જી: રૂ.480-505ની પ્રાઇસબેન્ડ ધરાવતો IPO 18 ઓક્ટોબરે ખૂલશે

IPO ખૂલશે18 ઓક્ટોબર
IPO બંધ થશે20 ઓક્ટોબર
એન્કર પોર્શન17 ઓક્ટોબર
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસ બેન્ડરૂ.480-505
લોટ સાઇઝ29 શેર્સ
ઇશ્યૂ સાઇઝ10800000 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ.545.40 કરોડ
એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટરૂ.48
લિસ્ટિંગBSE, NSE

અમદાવાદ, 15 ઓક્ટોબર શ્રાદ્ધપક્ષની પૂર્ણાહુતિ અને નવલાં નવરાત્રિની ઊજવણી શરૂ સાથે પ્રાઇમરી માર્કેટમાં ફરી ધમધમાટ વચ્ચે આગામી સપ્તાહે તા. 18 ઓક્ટોબરના રોજ મેઇનબોર્ડ ખાતે IRM એનર્જીનો આકર્ષક IPO યોજાઇ રહ્યો છે. અને 20 ઓક્ટોબરે બંધ થશે. કંપનીએ IPO માટે 480-505 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ ઈસ્યુ સંપૂર્ણપણે 1.08 કરોડ શેરનો ફ્રેશ ઈક્વિટી ઈશ્યુ છે. કંપની IPO દ્વારા લગભગ રૂ. 545 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.

ગ્રે માર્કેટ પ્રિમિયમ રૂ. 90-100 વચ્ચે

IRM એનર્જી ગુજરાતની ટોચની ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક કેડિલા ફાર્મા દ્વારા સંચાલિત છે. જેનું ગ્રે માર્કેટમાં IPO રૂ. પ્રીમિયમ 90-100 રૂપિયાની વચ્ચે ચાલે છે. IRM એનર્જીના લિસ્ટેડ હરીફની સરખામણીમાં IRMનું RONW 18.23 ટકા પર મજબૂત છે. તે જોતાં મોટાભાગના અગ્રણી બ્રોકરેજ હાઉસ અને બજાર પંડિતો આ ઇશ્યૂમાં શોર્ટ, મિડિયમ તેમજ લોંગટર્મ માટે એપ્લિકેશન કરવા માટે ભલામણ કરી રહ્યા છે.

IPOના લીડ મેનેજર્સઃ Hdfc Bank અને Bob Capital Markets છે જ્યારે ઇશ્યૂના રજિસ્ટ્રાર Link Intime India Private છે.

IRM એનર્જી ઇશ્યૂના હેતુઓ

IRM એનર્જીના IPOમાં લોટ સાઇઝ

એપ્લિકેશનલોટશેર્સરકમ
Retail (Min)129₹14,645
Retail (Max)13377₹190,385
S-HNI (Min)14406₹205,030
S-HNI (Max)681,972₹995,860
B-HNI (Min)692,001₹1,010,505

કંપની આઇપીઓ મારફત નીચેના હેતુઓ માટે ફંન્ડિંગ પુરું પાડવાની દરખાસ્ત ધરાવે છે. નામક્કલ અને તિરુચીરાપલ્લી (તામિલનાડુ)ના ભૌગોલિક વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન ડેવલોપ કરવા માટેના નાણાકીય વર્ષો 2024, 2025 અને 2026માં થનારા મૂડીખર્ચની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે. કંપનીના બાકી દેવાઓની પૂર્ણ કે આંશિક ચૂકવણી કરવા માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે. આગામી સપ્તાહે આઇઆરએમ એનર્જી ઉપરાંત પ્રોટીન EGov ટેક્નોલોજીસનો IPO પણ ખુલી શકે છે, જોકે કંપનીએ હજુ સુધી ઇશ્યૂની તારીખ અને પ્રાઇસ બેન્ડ જાહેર કર્યા નથી.

આગામી સપ્તાહે બે SME ઇશ્યૂ પણ યોજાશે

બે SME IPOs Womenkart અને Rajgor Castor Derivatives આવતા અઠવાડિયે ખુલશે. જેમાં વુમનકાર્ટની રૂ. 9.56 કરોડની ઓફર 16થી 18 ઓક્ટોબરે બંધ થશે. IPO 11.12 લાખ શેરનો સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ છે. ઈશ્યૂ પ્રાઈસ રૂ. 86 છે. દરમિયાન, રાજગોર કેસ્ટર ડિવાઇસીસનો IPO 17 ઓક્ટોબરે ખુલશે અને 20 ઓક્ટોબરે બંધ થશે. જેમાં 88.95 લાખ શેરના ફ્રેશ ઈશ્યુ અને 6.66 લાખ શેરના OFSનો સમાવેશ થાય છે, પ્રાઇસ બેન્ડ રૂ. 47-50ની રેન્જમાં રાખવામાં આવી છે. NSE SME પર બંને IPOના ઇક્વિટી શેર લિસ્ટેડ કરવાની દરખાસ્ત છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)