Upstoxના એક કરોડ ગ્રાહકોમાં 75 ટકાથી વધુ મિલેનિયલ જનરેશનના
Upstoxનો ભારતના બજાર પર મોટી આશાઓ, ઈન્વેસ્ટમેન્ટ આદતોમાં મોટાપાયે ફેરફારો લાવવાનો લક્ષ્યાંક
અમદાવાદ, 31 માર્ચ: ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ્સ Upstoxએ (જે આરકેએસવી સિક્યોરિટીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ તરીકે પણ જાણીતી છે) તેની એપમાં સુધારેલા ફીચર્સની જાહેરાત કરી છે. જે ભારતીય રોકાણકારો માટે રોકાણ કરવાની પ્રક્રિયાને મોટાપાયે ફેરફારો કરીને સરળ બનાવશે.
આ નવા ફીચર્સ એવી કોર ઈનસાઈટ પર આધારિત છે કે વ્યક્તિ રોકાણ કરવા માંગે છે પરંતુ અનેકવિધ વિકલ્પો હોવાના લીધે ઘણીવાર મૂંઝાઈ જાય છે.
Upstoxનું મુખ્ય અભિયાન ભારતમાં રોકાણકાર કેવી રીતે રોકાણ કરી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બજારની કામગીરીને ટ્રેક કરવા માટે ઈન્ડેક્સ ફંડ ઉપયોગી છે. આ ઇન્ડેક્સ ફંડ્સ સાથે તેમનો પરિચય કરાવીને અપસ્ટોક્સ ફુગાવાના દરને મ્હાત કરવા અને તેમની સંપત્તિ વધારવા માટે કિફાયતી, સરળ અને લાંબા ગાળાના ઉકેલ આપે છે.
Upstoxના સહ-સ્થાપક અને સીઈઓ રવિ કુમારે જણાવ્યું કે, અપસ્ટોક્સનું વિઝન દરેક માટે રોકાણને સરળ, સસ્તું અને સુલભ બનાવવાનું છે. આનો હેતુ ગ્રાહકોના રોકાણની રીતમાં પરિવર્તન લાવવાનો છે, તેને સાહજિક અને ઝંઝટ-મુક્ત બનાવવાનો છે.
મ્યુચ્યુઅલ ફંડ્સના મૂલ્યાંકન દ્વારા રોકાણ પ્રોસેસ વધુ સરળ બનાવી
રોકાણની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે અપસ્ટોક્સે સેંકડો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનું મૂલ્યાંકન તેમના જોખમ અને પુરસ્કારના ગુણોત્તરના આધારે કર્યું છે અને તેમાંથી દરેક કેટેગરીમાં કેટલીક ટોચની યોજનાઓ તૈયાર કરી છે. ભંડોળની આ ક્યુરેટેડ સૂચિ અને નિષ્ણાંત વિશ્લેષણ સાથે, બ્રાન્ડ વપરાશકર્તાઓને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે એપ્લિકેશનમાં શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. આ બ્રાન્ડ માહિતી અને સંશોધન પણ ઓફર કરે છે, જે રોકાણકારને સારી રીતે માહિતગાર નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે.
એક કરોડથી વધુ ગ્રાહકો પૈકી 75 ટકાથી વધુ મિલેનિયલ જનરેશનના
અપસ્ટોક્સે એક કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપવાનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જેમાંના 75 ટકાથી વધુ મિલેનિયલ જનરેશનના છે.
ગુજરાતમાં 20 ટકાના દરે વૃદ્ધિ નોંધાવી Upstox
કંપનીએ ગુજરાતમાં અગાઉના વર્ષની સરખામણીમાં 20 ટકા વૃદ્ધિ સાથે નોંધપાત્ર વૃદ્ધિનો અનુભવ કર્યો છે. મોટાભાગના ગ્રાહકો સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગરના છે.