અમદાવાદ, 25 એપ્રિલઃ

વેદાંતા લિમિટેડે માર્ચ-24ના અંતે પુરાં થયેલાં ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 27 ટકા ઘટાડા સાથે રૂ. 1369 કરોડ નોંધાવ્યો છે. વધતા નાણાકીય ખર્ચ અને ઝીંક, કોપર અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓના નબળા ભાવને કારણે નફામાં ઘટાડો થયો હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે. ચોખ્ખો નફો અગાઉના વર્ષના તેટલાં જ ગાળા માટે રૂ. 1,881 કરોડ હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 2,013 કરોડનો નફો નોંધાવ્યો હતો. આવક 6 ટકા ઘટીને રૂ. 34,937 કરોડ થઈ હતી. ચોખ્ખા દેવા રૂ. 56,338 કરોડ નોંધાવ્યા છે. જે અગાઉના ત્રણ મહિનામાં રૂ. 6,155 કરોડ ઘટ્યા છે. દરમિયાન, કંપનીએ તૂતીકોરિન ખાતે રૂ. 994 કરોડનો ક્ષતિ ચાર્જ બુક કર્યો હતો, જેના પરિણામે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 201 કરોડની એક વખતની ખોટ નોંધાવવી પડી હોવાનું કંપનીએ જણાવ્યુ છે. 31 માર્ચ સુધીમાં, રોકડ અને રોકડ સમકક્ષ રૂ. 15,421 કરોડ હતી. કંપની FY25 માટે $1.9 બિલિયનના મૂડી ખર્ચની અપેક્ષા રાખે છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને પાવર માટે $800 મિલિયનની સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)