અમદાવાદ, 18 ઓક્ટોબરઃ આયુર્વેદિક, હર્બલ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના વ્યવસાય સાથે સંકળાયેલી કંપની વીરહેલ્થ કેર લિમિટેડને રૂ. 1.36 કરોડની કિંમતનો નિકાસનો ઓર્ડર મળ્યો છે. કંપનીને વિઝન ઈમ્પૅક્સ લિમિટેડ, યુગાન્ડા, પૂર્વ આફ્રિકા તરફથી ફ્રેશ અપ રેડ જેલ ટૂથપેસ્ટ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે. કંપની આગામી ત્રણ મહિનામાં ઓર્ડરનો અમલ કરે તેવી અપેક્ષા છે.

અગાઉ જૂન 2023 માં પણ કંપનીએ મોરોક્કો, કાસાબ્લાન્કા સહિત ઉત્તર પશ્ચિમ આફ્રિકન દેશોમાં “વ્હાઈડેન્ટ” રેન્જની ટૂથપેસ્ટ સપ્લાય કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પગલું નિકાસ બજારમાં તેની હાજરીને વિસ્તારવા અને નિકાસ વેચાણ વધારવા માટે કંપનીની વિસ્તરણ યોજનાનો એક ભાગ છે. કંપની આફ્રિકન દેશોમાં વિવિધ પ્રકારની ટૂથપેસ્ટનું સફળતાપૂર્વક ઉત્પાદન અને નિકાસ કરી રહી છે.

25 સપ્ટેમ્બર, 2023 ના રોજ યોજાયેલી તેની બેઠકમાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1:1 ના રેશિયોમાં (દરેક 1 ઇક્વિટી શેર માટે 1 બોનસ ઇક્વિટી શેર) 99,99,238 બોનસ શેરની ફાળવણીને મંજૂરી આપી છે. બોર્ડે કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 21 કરોડથી વધારીને રૂ. 31 કરોડ કરવાની પણ મંજૂરી આપી છે.

કંપનીએ અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં નિકાસ શરૂ કરી છે. કંપનીના ક્લાયન્ટમાં દવા ઈન્ડિયા, ગ્રેસિયસ ફાર્મા, બાબુલિન, ગ્રેસિયેરા ફાર્મા, અપોલો ફાર્મસી વગેરેનો સમાવેશ થાય છે. નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ કુલ આવકમાં વાર્ષિક ધોરણે 28% અને ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 294% ની વૃદ્ધિ નોંધાવી છે.

કંપની મુંબઈના પ્રખ્યાત વૈદ અને 30 વર્ષથી આયુર્વેદિક પ્રેક્ટિશનર ડો. વિનોદ સી. મહેતા અને કોસ્મેટિક અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના ફોર્મ્યુલેશ્સના નિષ્ણાંત ડો. રાજીવ ભીરુડના પ્રચંડ અનુભવ તથા નિષ્ણાંત માર્ગદર્શન સાથે સઘન સંશોધન આધારિત ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે.