અમદાવાદ, 5 ઓક્ટોબર: સ્ટીલ ટ્યુબ અને પાઇપના ઉત્પાદક વિભોર સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડ (વીએસટીએલ)એ સેબી સાથે તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી હતી. કંપનીની ઓફરમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા રૂ. 66.47 કરોડ સુધીના ઇશ્યૂ સાઇઝના ઇક્વિટી શેર્સ (મૂળ કિંમત પ્રતિ શેર રૂ. 10)ના ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. તેમાં ઓફર ફોર સેલ રહેશે નહીં.

કંપની ઇશ્યૂમાંથી ભેગા થયેલાં ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરશે. કંપનીના ઇક્વિટી શેર્સ એનએસઇ અને બીએસઇ ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે.

લીડ મેનેજરઃ કંપનીએ ખંભાતા સિક્યુરિટીઝ ઇશ્યૂના લીડ મેનેજર છે તથા ઇશ્યૂના રજીસ્ટ્રાર કેફિન ટેક્નોલોજીસ છે.

વીએસટીએલ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્ટ વેલ્ડેડ પાઇપ્સ, હોટ-ડિપ્ડ ગેલ્વેનાઇઝ્ડ પાઇપ્સ, હોલો સેક્શન પાઇપ, પ્રાઈમર પેઇન્ટેડ પાઇપ, એસએસ પાઇપ અને ક્રેશ બેરિયર્સ જેવી સ્ટીલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન તેના મહારાષ્ટ્ર, તેલંગાણા અને હરિયાણા પ્લાન્ટમાં કરે છે, જેની કુલ ક્ષમતા 2,23,160 એમટીપીએ છે. કંપની તેની પ્રોડક્ટ્સ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિળ નાડુ સહિતના પશ્ચિમ અને દક્ષિણના માર્કેટ્સમાં સપ્લાય કરે છે તેમ વિભોર સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિજય કૌશિકે કહ્યું હતું.

કંપનીએ ઓરિસ્સામાં 1,20,000 એમટીપીએની ક્ષમતાના ઉત્પાદન એકમની સ્થાપના દ્વારા તેની કામગીરીમાં વિસ્તરણ માટેની વ્યવસાયિક યોજના તૈયાર કરી છે તથા તેલંગાણામાં તેના વર્તમાન ક્ષમતા 96,000 એમટીપીએથી વધારીને 1,52,000 એમટીપીએ કરાશે.

વીએસટીએલે એપ્રિલ 2023માં જિન્દાલ પાઇપ્સ લિમિટેડ સાથે પણ કરાર કર્યાં હતાં. આ કરાર અંતર્ગત જિન્દાલ પાઇપ્સ લિમિટેડને 1,00,000 એમટીપીએના મૂલ્યના ફિનિશ્ડ ગુડ્સનું ઉત્પાદન અને સપ્લાય કરે છે, જેનું વેચાણ જિન્દાલ સ્ટાર બ્રાન્ડ હેઠળ કરવામાં આવે છે.