પાવર, એફએમસીજી, સીજી ઓટોમાં ડબલ ડિજિટ વૃદ્ધિ V/s રિયાલ્ટી, આઇટી, ટેક. અને મેટલ્સમાં ડબલ ડિજિટ ઘટાડો

પાવર ઇન્ડેક્સમાં સૌથી વધઉ 37.73 ટકાનો જંગી ઉછાળા સામે રિયાલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 28.41 ટકાનો ઘટાડો

અમદાવાદઃ વિક્રમ સંવત 2078 શેરબજારના રોકાણકારો માટે મિક્સ ફળ આપનારું રહ્યું. ખાસ કરીને સામાન્ય રોકાણકારોની સાયકોલોજી સાથે સંકળાયેલા સેન્સેક્સ તેમજ સ્મોલકેપ- મિડકેપ ઇન્ડાઇસિસમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ સેક્ટોરલ્સની દ્રષ્ટિએ જોઇએ તો પાવર, એફએમસીજી, સીજી ઓટોમાં ડબલ ડિજિટ વૃદ્ધિ V/s રિયાલ્ટી, આઇટી, ટેક. અને મેટલ્સમાં ડબલ ડિજિટ ઘટાડો જોવા મળ્યો છે.

વર્ષ દરમિયાન સેન્સેક્સે 61577 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી નોંધાવ્યા બાદ 18 જાન્યુઆરીના રોજ 61475 પોઇન્ટની ટોચ નોંધાવ્યા બાદ સતત વોલેટિલિટી વચ્ચે તા. 17 જૂન-22ના રોજ 50921 પોઇન્ટની બોટમ બનાવ્યા બાદ છેલ્લે તા. 21 ઓક્ટોબર-22ના રોજ સેન્સેક્સ 59307 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. જે વિક્રમ સંવત 2078ના અંતે 1.28 ટકાનો ઘટાડો દર્શાવે છે.

સેન્સેક્સ- મિડકેપ અને સ્મોલકેપમાં સ્મોલ કરેક્શન

Index21-10-224-11-21Diff. %52 WK H52 WK L
SENSEX5930760067-1.286157750921
 MidCap2485725992-4.562661720814
SmallCap2856728901-1.173130423261

પાવર એફએમસીજી અને કેપિટલ ગુડ્સમાં તેજીનો કરન્ટ

POWER47263443+37.7353523226
FMCG1616314176+14.09165233123173
C G3173928103+12.933388224550
AUTO2910625913+12.333075721083
Energy82537906+4.398911370823
BANKEX4684945146+3.774787736888
PSU91648902+2.9495177539
OIL & GAS1863918390+1.362046216378

રિયાલ્ટી, આઇટી- ટેકનોલોજી અને મેટલ્સમાં કરેક્શનનો ટ્રેન્ડ

REALTY33994365-28.4144642913
IT2858134419-20.413871326742
TECK1333515369-15.291705412251
METAL1844920467-10.972374214853
Healthcare2338525316-8.25263323208473
CD4160144388-6.694648033420
Fina. Services84988870-4.379167369123
Telecom17471762-0.8819711467

સેક્ટર્સમાં પણ સ્ટોક સ્પેસિફિક ટ્રેન્ડ એટ એ ગ્લાન્સ

પાવર સ્ટોકઃ અદાણી પાવર 93થી 432 સુધીની સફરઃ અદાણી પાવરનો શેર વર્ષ દરમિયાન રૂ. 93થી વધી રૂ. 432 થઇ છેલ્લે રૂ. 382.95ની સપાટીએ સૌથી વધુ સુધારા સાથે રહ્યો હતો.

એફએમસીજી ફેન્સી સ્ટોકઃ વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 827.30ની સપાટીથી 2857.75 પોઇન્ટના ઉછાળા સુધીની સફર પછી સતત વધતી ફેન્સીના જોરે છેલ્લે 2323.50ની સપાટીએ બંધ રહ્યો.

કેપિટલ ગુડ્સમાં ગુડ રિટર્નઃ ભારત હેવી ઇલે.નો શેર રૂ. 41.40થી રૂ. 74.50ની હાઇ સુધીની સફર બાદ છેલ્લે રૂ. 65.25ની સપાટીએ બંધ રહ્યો. મોટાભાગના બ્રોકર્સ હાઉસની ભલામણ નવા વર્ષ માટે.

ઓટો શેર્સમાં વધ્યું આકર્ષણઃ એમઆરએફ, મહિન્દ્રા- મહિન્દ્રા, એસ્કોર્ટસ, બોશ, તાતા મોટર્સ સહિત મોટાભાગની સ્ક્રીપ્સમાં જોવાયો સુધારાનો ટ્રેન્ડ.