નવી દિલ્હીઃ Reliance Jio Infocomm Limited (Jio)એ JioTrue5G નેટવર્ક પર ચાલતી Wi-Fi સેવાઓ શરૂ કરી છે. આ સેવા શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, કોમર્શિયલ હબ જેવા સ્થળોએ પૂરી પાડવામાં આવશે જ્યાં લોકોનો મોટો મેળાવડો હોય. Jio True 5G સંચાલિત Wi-Fi આજે રાજસ્થાનના પવિત્ર શહેર નાથદ્વારાથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

Jio યુઝર્સને Jio વેલકમ ઑફર સમયગાળા દરમિયાન આ નવી Wi-Fi સેવા મફતમાં મળશે. અન્ય નેટવર્કનો ઉપયોગ કરતા લોકો પણ Jio 5G સંચાલિત Wi-Fiનો મર્યાદિત ઉપયોગ કરી શકશે. પરંતુ જો તેઓ Jio 5G સંચાલિત Wi-Fiની સંપૂર્ણ સેવાનો ઉપયોગ કરવા માંગતા હોય, તો તેઓએ Jioના ગ્રાહક બનવું પડશે. રસપ્રદ વાત એ છે કે Jio True 5G Wi-Fiથી કનેક્ટ થવા માટે ગ્રાહક પાસે 5G હેન્ડસેટ હોવું જરૂરી નથી. તે 4G હેન્ડસેટથી પણ આ સેવા સાથે જોડાઈ શકે છે.

નાથદ્વારા ઉપરાંત આ શહેરોમાં 5જી સેવા

JioTrue5G સંચાલિત સેવાની સાથે, Jioની True 5G સેવા પણ નાથદ્વારા અને ચેન્નાઈમાં શરૂ થઈ છે. તાજેતરમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં પણ 5G સેવા શરૂ કરવામાં આવી હતી. Jio 5G સેવાને અન્ય શહેરોમાં ટૂંક સમયમાં શરૂ કરવા અને True 5G હેન્ડસેટની ઉપલબ્ધતા વધારવા માટે Jio ટીમો ચોવીસ કલાક કામ કરી રહી છે.
દેશવાસીઓને દિવાળીની શુભકામના આપતા આકાશ અંબાણીએ કહ્યું, “આજે નાથદ્વારામાં Jio True 5Gની સેવા સાથે 5G સંચાલિત WiFi સેવા શરૂ કરવામાં આવી રહી છે. અમે માનીએ છીએ કે 5G દરેકને મળી રહે તે હેતુ સાથે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીની જેમ, Jioની ટ્રુ 5G સેવા દેશના ખૂણે-ખૂણે શરૂ કરવા પ્રતિબદ્ધ છીએ.”

નાથદ્વારા રાજસ્થાનનું પહેલું શહેર છે જ્યાં કોઈપણ ઓપરેટરે 5G સેવાઓ શરૂ કરી છે. જોકે કંપનીએ હજુ સુધી કોમર્શિયલ લોન્ચની જાહેરાત કરી નથી. દક્ષિણ ભારતનું ચેન્નઈ શહેર પણ કંપનીના 5G સર્વિસ મેપ પર આવી ગયું છે.