મુંબઈ, 23 ફેબ્રુઆરી: ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી થિંકિંક પિક્ચર્સ લિમિટેડ બોનસ ઇશ્યૂ અને શેર વિભાજન અંગે વિચારણા કરી રહી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ મામલે 1 માર્ચ, 2024ના રોજ બેઠક કરશે. જેમાં બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ માટે વિચારણા અને મંજૂરી આપી શકે છે. જે નિયમનકારી અને શેરધારકોની મંજૂરીને આધીન રહેશે. હાલના શેરધારકોને રિટર્ન આપવા ઉપરાંત બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટથી કંપનીની લિક્વિડિટીમાં વધારો થશે. કંપનીના મજબૂત નાણાંકીય પ્રદર્શન અને શેરધારકોને મૂલ્ય આપવાની પ્રતિબદ્ધતા દર્શાવતા કંપની પહેલી માર્ચે બોર્ડ મીટિંગમાં શેરદીઠ રૂ. 3 સુધીના ડિવિડન્ડ જાહેર કરવાની પણ વિચારણા કરી રહી છે.

બોર્ડ કંપનીના હાલના શેરધારકોને બોનસ ઇશ્યૂના રેશિયો તથા રૂ. 5ની ફેસ વેલ્યુના કંપનીના ઇક્વિટી સ્ટોક સ્પ્લિટ અંગે પહેલી માર્ચ, 2024ના રોજ બેઠકમાં વિચારણા કરશે જે નિયમનકારી જરૂરી મંજૂરીઓને આધીન રહેશે.

Thinkink Pictures Ltd.નો શેર ગઈકાલે 14.37 ટકા ઉછાળા સાથે 97.57 પર બંધ રહ્યો હતો. જેની વાર્ષિક ટોચ 118.95 અને વાર્ષિક બોટમ 62.91 છે. ગઈકાલે શેર 88.25ના સ્તરે ખૂલ્યા બાદ ઈન્ટ્રા ડે 101.40ની સપાટીએ પહોંચ્યો હતો.

2008માં સ્થપાયેલી થિંકિંક પિક્ચર્સ લિમિટેડ એન્ટરટેઇનમેન્ટ પ્રોવાઇડર છે જે ટેલીવિઝન, મૂવીઝ અને અન્ય એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ્સમાં કામ કરે છે.

ડિસેમ્બર 2023માં પૂરા થતા નવ મહિના માટે કંપનીએ રૂ. 9.07 કરોડની કુલ આવક નોંધાવી હતી જે વાર્ષિક ધોરણે 38.8 ટકાનો વધારો દર્શાવે છે. આની સામે ગત નાણાંકીય વર્ષે આ જ ગાળામાં રૂ. 6.53 કરોડની કુલ આવક નોંધાઈ હતી. કંપનીનો ચોખ્ખો નફો ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024ના નવ મહિનામાં 7 ટકા વધીને રૂ. 3.75 કરોડ થયો હતો.

તાજેતરમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજ શાંડિલ્યને ડ્રીમ ગર્લ 2 (2023) માટે બેસ્ટ ડિરેક્ટર (કોમેડી મૂવી) માટે આઇકોનિક ગોલ્ડ એવોર્ડ્સ મળ્યો હતો.