અમદાવાદ, 2 જૂનઃ વીપ્રોએ રૂ. 12000 કરોડની બાયબેક સાઇઝ સાથે કુલ 26,96,62,921 શેર્સ બાયબેક કરવા માટેની રેકોર્ડ તારીખ 16 જૂન નક્કી કરી છે. કંપની શેરદીઠ રૂ. 445ની કિંમતે શેર્સ બાયબેક કરશે. જેમાં રિટેલ રોકાણકારો માટે 4,04,49,439 શેર્સ અનામત રાખવાની જાહેરાત કરી છે. કંપનીની બાયબેક ઓફર શેરની શુક્રવારની રૂ. 405ના બંધભાવની સ્થિતિ સામે રૂ. 40 પ્રિમિયમ દર્શાવે છે.

રેકોર્ડ તારીખ JUNE 16
બાયબેક કિંમતરૂ. 445
શુક્રવારનો બંધ ભાવરૂ. 405
બાયબેક સાઇઝરૂ. 12,000 કરોડ
બાયબેક સાઇઝ 26,96,62,921 શેર્સ
રિટેલ રિઝર્વેશન4,04,49,439 શેર્સ