ZOMATO, ITC AND NEROLAC SHARE IN LIMELIGHT
ઝોમેટોનો શેર 20 ટકા ઊછળી રૂ. 55.60ની સપાટીએ
કંપનીની જૂન ક્વાર્ટરની ખોટ ઘટી રૂ. 186 કરોડ (રૂ. 359 કરોડ) નોંધાઇ | બુધવારે રૂ.48-54માં રૂ. Rs 2,938 croreના બ્લોક ડિલની સંભાવના |
ઝોમેટોનો શેર આજે રૂ. 9.25 એટલેકે 19.96 ટકાના ઊછાળા સાથે રૂ. 55.60ની સપાટીએ બંધ રહ્યો હતો. તેની પાછળ મુખ્ય બે કારણો હોવાનું બજાર નિષ્ણાતો જણાવી રહ્યા છે. એક તો કંપનીએ જૂન ક્વાર્ટર માટે જાહેર કરેલા પરીણામો અનુસાર કંપનીની ખોટ રૂ. 359 કરોડથી ઘટી રૂ. 186 કરોડ થઇ છે. કંપનીની આવકો પણ 67.44 ટકા વધી રૂ. 1413.9 કરોડની નોંધાઇ છે. બીજું તા. 3 ઓગસ્ટના રોજ એક મોટી બ્લોક ડીલ થવા જઇ રહી હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે. શેરદીઠ રૂ. 48-54ની રેન્જમાં આશરે રૂ. 2938 કરોની ડીલ હોવાનું મનાય છે. આ ડીલની બુક રનર BofA Securities હોવાનું સૂત્રોનું માનવું છે.
ઝોમેટોની ઇન્ટ્રા-ડે ચાલ
સોમવારે બંધ | 46.35 |
ખુલ્યો | 50.00 |
વધી | 55.60 |
ઘટી | 48.00 |
બંધ | 55.60 |
સુધારો (રૂ.) | 9.25 |
સુધારો (ટકા) | 19.96 |
ITC ઇન્ટ્રા-ડે રૂ.316.65ની વર્ષની ટોચે આંબ્યો
આઇટીસીનો શેર આજે રૂ. 2.10ના સુધારા સાથે રૂ. 309.65ની સપાટીએ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન રૂ. 316.65ની વર્ષની ટોચે પહોંચ્યો હતો. બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કંપનીએ જૂન ક્વાર્ટર માટે ચોખ્ખો નફો 33.46 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4462.25 કરોડ નોંધાવ્યો હોવાની જાહેરાત કરી તેના પગલે શેરમાં હેવી વેલ્યૂ બાઇંગ ચાલી રહ્યું છે. આજે 25.63 લાખ શેર્સના સોદા થયા હતા.
આઇટીસીમાં ઇન્ટ્રા-ડે ચાલ
સોમવારે બંધ | 307.55 |
ખુલ્યો | 310.40 |
વધી | 316.65 |
ઘટી | 308.30 |
બંધ | 309.65 |
સુધારો (રૂ.) | 2.10 |
સુધારો (ટકા) | 0.68 |
કાન્સાઇ નેરોલેક 16 ટકા ઊછળ્યો
કાન્સાઇ નેરોલેકનો શેર આજે 16.16 ટકાના ઉછાળા સાથે રૂ. 507.15ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીએ જૂન ક્વાર્ટર માટે ચોખ્ખો નફો 37 ટકા વૃદ્ધિ સાથે રૂ. 162.9 કરોડ નોંધાવ્યો છે. કંપનીની ચોખ્ખી આવકો પણ 47.1 ટકા વધી રૂ. 1944.6 કરોડ થઇ છે. જ્યારે EBIDTAમાં 34.7 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.
નેરોલેકમાં ઇન્ટ્રા-ડે ચાલ
સોમવારે બંધ | 436.60 |
ખુલ્યો | 455.50 |
વધી | 522.25 |
ઘટી | 452.15 |
બંધ | 507.15 |
સુધારો (રૂ.) | 70.55 |
સુધારો (ટકા) | 16.16 |