મુંબઈ, 25 નવેમ્બર: ડિજિટલ વીમાકંપની ઝુનો જનરલ ઇન્સ્યોરન્સે ઉદ્યોગમાં પ્રથમ પ્રકારનાં નવીન ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) એડ-ઓન કવચ લોન્ચ કર્યા છે. આ કવચ ઇલેક્ટ્રિક વાહનો માટે સંપર્ણ કવચ અને તેમની વિશિષ્ટ જરૂરિયાતો પૂરી પાડવા ખાસ બનાવેલા છે. ઇલેક્ટ્રિક વાહનોની વિશિષ્ટ ખાસિયતોને સમજીને ઝુનોએ ઉદ્યોગમાં સૌપ્રથમ EV એડ-ઓન કવચો વિકસાવ્યાં છે, જે મોટર વીમાનાં ક્ષેત્રને નવેસરથી પરિભાષિત કરવામાં મદદ કરશે. પોલિસીમાં પહેલી વાર પ્રસ્તુત વિવિધ ખાસિયતો સાથે EV એડ-ઓન કવરમાં ત્રણ આવશ્યક ઘટકો સામેલ છે, જે EV માલિકોને મજબૂત અને જરૂરિયાત મુજબ વીમાકવચો પૂરાં પાડે છેઃ

ખાનગી ચાર્જિંગ સ્ટેશનનું કવચ (ઉદ્યોગમાં સૌપ્રથમ)

અકસ્માતમાં નુકસાન અને ચોરી સામે કવચ પ્રદાન કરવા ચાર્જિંગ કેબલ્સ, કનેક્ટર્સ, એડેપ્ટર્સ અને તમામ પ્રમાણભૂત ચાર્જિંગ એક્સેસરીઝને સમાવવા સંવર્ધિત કવચ.ખાનગી માલિકીના ચાર્જિંગ સ્ટેશનો માટે સંપૂર્ણ વીમાકવચ, તેનું આગ, ચોરી અને અકસ્માતમાં નુકસાન સામે રક્ષણ કરવા  ઉદ્યોગમાં અન્ય એક સૌપ્રથમ પહેલ.
વીમાકૃત વાહન એની બેટરી ચાર્જ કરે કે ચાર્જિંગ સ્ટેશનમાં પાર્ક હોય એ સમયે આગ, સ્વપ્રજ્જવલન, અથવા શોર્ટ સર્કિટને કારણે થતાં નુકસાન માટે કવચ પ્રદાન કરવુંવીમાકૃત જોખમ/શોર્ટ સર્કિટને કારણે પાણી ભરાઈ જવાને કારણે બપેટરી બગડી જવી કે એના પાર્ટ્સ બગડી જવાથી નુકસાનના કિસ્સામાં બેટરીને કવચ.

ગ્રાહક વીમાકૃત વાહનને ચાર્જિંગ કરે એ સમયે તેમના ખાનગી ચાર્જિંગ સ્ટેશનમાં આગ, વિસ્ફોટ કે શોર્ટ સર્કિટને પરિણામે ઇજાગ્રસ્ત થાય કે તેમનું મૃત્યુ થાય એ કિસ્સામાં વ્યક્તિગત અકસ્માતનું કવચ ઉમેરવાનો વિકલ્પ ધરાવશે.

ઝુનો જનરલ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ શનાઈ ઘોષે કહ્યું હતું કે, આ ઓફરથી વધુ લોકોને આત્મવિશ્વાસ સાથે ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા પ્રોત્સાહન મળવાની સાથે વ્યાપક સ્તરે ઇલેક્ટ્રિક વાહનોની સ્વીકાર્યતામાં પ્રદાન કરવામાં, વીમાની રીતોને નવેસરથી પરિભાષિત કરવામાં અને અમારા ગ્રાહકોના અનુભવોને સરળ બનાવવામાં મદદ મળશે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)