RVNL માર્ચના રૂ. 57ની બોટમથી રૂ. 57 ઉછળી રૂ. 115ની સપાટીએ પહોંચ્યો, તા. 21-6-22ની રૂ. 29ની બોટમથી રૂ. 115ની સફર એક નજરે….

અમદાવાદ, 26 એપ્રિલઃ આઇઆરસીટીસીનો સટ્ટો યાદ છે…??

YearOpenHighLowClose
2019644.00981.35625.00934.00
2020943.451,995.00774.851,437.25
20211,449.006,393.00650.10831.80
2022830.00918.30557.00639.75
2023643.45656.60557.15607.85

2019માં લિસ્ટિંગ બાદ રૂ. 625- 981ની રેન્જ

2020માં 775- 1995ની આસમાની- સુલતાની

2021માં 650- 6393 પોઇન્ટના ધડાકા- ભડાકા બાદ રૂ. 831 બંધ

2022માં સટ્ટાખોરીની સમાપ્તીના અંતે રૂ. 557- 918ની રેન્જ

2023માં 557- 656 વચ્ચેની રેન્જમાં રમતા શેરનો કોઇ ભાવ પણ નથી પૂછતું

કંઇક આવું જ આરવીએનએલના શેરમાં પણ રંધાઇ તો નથી રહ્યું ને…. ??

રેલ વિકાસ નિગમ લિમિટેડના શેર (RVNL Share Price)માં છેલ્લા કેટલાક સત્રમાં જારી તેજીનો સિલસિલો હજી પણ ચાલી રહ્યો છે. બુધવારના શરુઆતના ટ્રેડિંગમાં પણ કંપનીના શેર 10 ટકાના ઉછાળા સાથે 52 સપ્તાહની નવી ટોચને સ્પર્શી ગયો હતો. બજાર નિષ્ણાતોના મત અનુસાર….

Siemens અને રેલ વિકાસ નિગમ લિમિટેડના કન્સોર્ટિયમને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી એક મોટો ઓર્ડર મળ્યો છે.આ કારણથી આ શેરમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. બન્ને કંપનીઓના કંસોર્ટિયમને સૂરત મેટ્રોના પહેલા ચરણ અને અમદાવાદ મેટ્રોના બીજા ચરણ માટેનો ઓર્ડર મળ્યો છે.

આરવીએનએલનો શેર માર્ચ-23માં રૂ. 56.15- 60.60ની રેન્જમાં રમતો હતો તે એપ્રિલમાં અચાનક રૂ. 69.85ની સપાટીએ ખુલ્યા બાદ સતત ઉછાળામાં રૂ. 115ની સપાટીએ આંબી ગયો છે. સતત તેજીની સર્કિટ્સ અને સિન્ડિકેશનની શંકાના દાયરામાં આવેલો આ શેર તા. 26 એપ્રિલના રોજ સવારે રૂ. 108ની સપાટીએ ખુલી ઉપરમાં રૂ. 114.62ની નવી ટોચે આંબી ગયો હતો. જે તેની વાર્ષિક રૂ. 29 (21-6-2022)ની  બોટમથી આટલો જંગી ઉછાળો દર્શાવે છે. ટૂંકમાં બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી જેવો ઘાટ હોવાની શંકા નિષ્ણાતો ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.

MonthOpenHighLowClose
Mar 2357.4069.6056.1568.60
Apr 2369.85114.6269.85104.60

 ડેઇલી વોલેટિલિટી એક નજરે

  • 20 એપ્રિલ 2023ના રોજ આ શેરનો ભાવ 77.24 રૂપિયા હતો. 21 એપ્રિલ 2023ના રોજ આ શેરનો ભાવ વધીને 77.53 રૂપિયા થઈ ગયો હતો
  • 24 એપ્રિલે આ શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. શેર 87.80 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો.
  • 25 એપ્રિલે આ શેરમાં ફરી એકવાર અપર સર્કિટ લાગી હતી અને શેરનો ભાવ દિવસના ટ્રેડિંગ દરમિયાન 10 ટકા વધીને 114.70 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો.
  • 26 એપ્રિલના રોજ તેની 52 વીકની નવી ટોચને સ્પર્શ કર્યો હતો. શરુઆતના ટ્રેડિંગમાં આ શેરનો ભાવ મંગળવારના 104.60 રૂપિયાના ક્લોઝિંગ લેવલથી આશરે 10 ટકા વધીને 114.70 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. આ રીતે આજે પણ આ સ્ટોકે 52 વીકની નવી હાઈને ટચ કરી છે. જોકે, બાદમાં આ શેરમાં પ્રોફિટબુકિંગ જોવા મળ્યું. બપોરે 12:19 વાગ્યે આ શેરમાં 2.70 ટકાના ઉછાળા સાથે 107.30 રૂપિયાની સપાટીએ ટ્રેડિંગ થઈ રહ્યું હતું.

સેન્સેક્સ 170 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 17800ની સપાટી ક્રોસ

BSE સેન્સેક્સ ઉપરમાં 60,362.79 અને નીચામાં 59,954.91 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 169.87 પોઈન્ટ્સ અથવા 0.28 ટકા વધીને 60,300.58 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ શેર એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 17,827.75 અને નીચામાં 17,711.20 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 44.35 પોઈન્ટ્સ અથવા 0.25 ટકાના સુધારા સાથે 17,813.60 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. આજે રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, પાવર, આઈટી, ટેકનો અને ટેલીકોમ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે મેટલ, ઓઈલ-ગેસ અને ફાર્મા શેરોમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.27 ટકા અને 0.34 ટકા વધીને બંધ રહ્યા હતા.