45% શિખાઉ ટ્રેડર્સ માને છે કે F&oમાં નુકસાનનું મુખ્ય કારણ પૂરતી માહિતીનો અભાવ
મુંબઈ, 27 ડિસેમ્બર: શેરબજારમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સના 32 ટકા નવા શિખાઉ (ન્યુબી) ટ્રેડર્સે દાવો કર્યો છે કે તેઓ બજારની વધઘટને લઈ ચોક્કસ નિર્ણય લઈ શકતા નથી અને 13 ટકા ટ્રેડર્સે તેમના દ્વારા કરવામાં આવતા નુકસાનો માટે ટ્રેડિંગને લગતી પૂરતી માહિતીના અભાવને મુખ્ય કારણો તરીકે દર્શાવેલ છે. ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સને લગતી પ્રવૃત્તિમાં પૂરતી માહિતીના અભાવને લીધે કુલ 45 ટકા ટ્રેડર્સને અસર થઈ રહી છે. આ ઉપરાંત અડધો અડધ કરતાં વધારે એટલે કે 55 ટકા ટ્રેડર્સ તેમની ટ્રેડિંગ પ્રવૃત્તિમાં થતા નુકસાનમાંથી બહાર આવવા સરેરાશ કરવા માટે વધુ પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે, તેવી પણ માહિતી સામે આવી છે.
મૂડી બજારની નિયમકર્તા સેબીને કેટલીક માહિતી ધ્યાનમાં આવી હતી, તેની તપાસને ધ્યાનમાં રાખી અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો, સેબીને એ બાબતનું તારણ મળ્યું હતું કે નાણાકીય વર્ષ 2022 દરમિયાન ઈક્વિટી એફએન્ડઓ સેગમેન્ટમાં 10 પૈકી 9 વ્યક્તિએ સરેરાશ રૂપિયા 1.1 લાખનું નુકસાન કર્યું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને શેરખાને એક સર્વે હાથ ધર્યો હતો, જેને ‘બજારો પ્રત્યે ગંભીર (સિરીયસ અબાઉટ ધ માર્કેટ્સ)’ તરીકે નામ આપવામાં આવ્યું હતું.
શેરખાનના ચીફ માર્કેટિંગ ઓફિસર જીન-ક્રિસ્ટોફ ગૌગેને આ અંગે જણાવ્યું કે નવા આવનાર લોકો બજારને લગતા જોખમો અને પોતે માહિતીનો અભાવ ધરાવે છે તે અંગે વ્યાપક પ્રમાણમાં જાગૃત છે. જ્યારે તેઓ ટ્રેડિંગ કામકાજ માટે આવે છે ત્યારે એફએન્ડઓમાં કામકાજ માટે ક્યાં આવવું તે અંગે નિર્ણય લેવાના અભિગમો તથા આવશ્યક શિસ્તબદ્ધતાના અભાવ હોય છે. તેઓ કોઈ પ્રકારના સામાન્ય અથવા તો ટૂંકો અભિગમ ન અપનાવે તથા સેબી પાસે રજિસ્ટર્ડ હોય તેવા વ્યવસાયિકો, સંપૂર્ણ-સર્વિસ પૂરી પાડતા બ્રોકર્સની મદદ લે અથવા તો તેઓ એફએન્ડઓ સેગમેન્ટમાં પ્રવેશ કરે તે અગાઉ પૂરતા પ્રમાણમાં યોગ્ય સંશોધન કરે.
સીરિયસ અબાઉટ ધ માર્કેટ્સ સર્વેક્ષણના મુખ્ય તારણો:
અયોગ્ય કે ખોટી અપેક્ષાઃ 40 ટકા નવા શિખાઉ ટ્રેડર્સે દાવો કર્યો હતો કે તેઓ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં પ્રવેશ કરવાનો મુખ્ય ઉદ્દેશ ઝડપભેર અને સરળતાથી પૈસા કમાવાની તક છે તથા આ પૈકી 48 ટકાનું માનવું છે કે 30થી 50 ટકા લોકો એફએન્ડઓ સેગમેન્ટમાંથી સતત ‘સારું વળતર’મેળવી રહ્યા છે.
બિન-વ્યવસાયિકની સલાહ પરની નિર્ભરતાઃ ટ્રેડર્સ પૈકીના મોટાભાગના (53 ટકા) પરિવાર અને મિત્રો તરફથી મળતા ઈનપુટ્સના આધારે તેમની ટ્રેડિંગ સંબંધિત મૂડી ખર્ચ કરી રહ્યા છે અને ઘણા ટ્રેડર્સ સોશિયલ મીડિયા/વેબસાઈટ/યુટ્યુબ વીડિયોમાં દર્શાવેલ માહિતીનો આશ્રરો લે છે,જે ખોરી માહિતી સાથે ટ્રેડિંગ સંબંધિત નિર્ણય તરફ દોરી જાય છે અને જોખમનું પ્રમાણ વધારી દે છે.
વ્યૂહાત્મક રણનીતિ અમલી બનાવવાનો અભાવઃ સૌથી ચોકાવનારી વાત એ છે કે 35 ટકા ટ્રેડર્સ કોઈ ખાસ ટ્રેડિંગ વ્યૂહરચનાનો ઉપયોગ કરતાં નથી અથવા તો તે અમલી બનાવતા નથી, જેથી મોટાભાગે તે જોખમથી ભરેલ ટ્રેડિંગ નિર્ણય હોઈ શકે છે. તેમા સ્ટ્રેડલ અને સ્ટ્રેગલ જેવી રણનીતિનો સમાવેશ થાય છે અને તે અંગે માહિતી ધરાવે છે, પણ તેને અમલી બનાવવી મુશ્કેલ હોય છે. ફક્ત 5 ટકા ટ્રેડર્સ દાવો કરે છે કે તેઓ ખાસ કંપનીઓ/વેબસાઈટ્સ દ્વારા રજૂ કરવામાં આવેલ એલ્ગો સંબંધિત રણનીતિનો ઉપયોગ કરી રહ્યા છે.
સ્ટોપ-લોસનો અપર્યાપ્ત ઉપયોગઃ ફક્ત 42 ટકા ટ્રેડર્સ તેમના ટ્રેડ્સમાં સ્ટોપ-લોસનો ઉપયોગ કરે છે,જ્યારે 16 ટકાનો દાવો છે કે તેઓ તેનો ભાગ્યે જ ઉપયોગ કરે છે, જે દર્શાવે છે કે ટ્રેડર અસરકારક રીતે ટ્રેડિંગ સંબંધિત જોખમોના સંચાલનમાં એક મહત્વના ઘટકનો યોગ્ય ઉપયોગ કરતા નથી. કાંતારા ખાતેના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને બીએફએસઆઈ પ્રેક્ટિસના વડા આનંદ પરમેશ્વરને જણાવ્યું હતું કે, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં નવા શિખાઉ ટ્રેડર્સને લગતી અનેક રસપ્રદ માહિતી રજૂ કરવામં આવેલ છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)