MAHESHBTRIVEDI123@GMAIL.COM

શેરબજારમાં ઇન્વેસ્ટ કરતાં 50 ટકા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સને હજી પણ તિરછી નજરે જૂએ છે

મજાક મજાકમાં એવું કહેવાય છે કે, શેરબજારના મોટાભાગના રોકાણકારો પોતાને MBA (મને બધું આવડે) ગણાવતાં હોય છે. અર્થાત્ મારા નાણાનો વહીવટ બીજો કોઇ વહીવટ કરે… નોવ્વે…

દરેક ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટનો ચોક્કકસ સારો- નરસો સમય ચાલતો હોય છે. નક્કર વાસ્તવિકતા એ છે કે, એફડી, બોન્ડ્સ, ગોલ્ડ- સિલ્વર, રિયલ એસ્ટેટ જ નહિં, ઇવન ડાયરેક્ટ ઇક્વિટી કરતાં પણ છેલ્લા એક દાયકાથી મ્યુચ્યુઅલ ફંડ્સ કમ્પેરેટિવલી સારું રિટર્ન આપતું ઇન્સ્ટ્રુમેન્ટ પૂરવાર થઇ રહ્યા હોવા છતાં 50 ટકાથી વધુ રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સને તિરછી નજરે જોઇ રહ્યા છે. એટલુંજ નહિં, મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરનારા 50 ટકાથી વધુ રોકાણકારો હજી એસઆઇપીનો મહિમા જાણતાં જ નથી.

MF રોકાણકારોમાંથી અડધાથી વધુ હજુ પણ SIP વગરના છે

CAMS ડેટા દર્શાવે છે કે CAMS સર્વિસ્ડ ફંડ હાઉસમાં 57% રોકાણકારોએ SIP શરૂ કરવાનું બાકી છે

મ્યુય્ચુઅલ ફંડ સાથે સંકળાયેલા આશરે 2.40 કરોડમાંથી 57% રોકાણકારો SIP વગરના છે.

લગભગ 1 કરોડ SIP ખાતામાં છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણની રકમમાં કોઈ ફેરફાર નથી

છેલ્લા ત્રણ વર્ષમાં 36 લાખ SIP રોકાણકારોએ થોભાવ્યું છે અથવા બંધ કર્યું છે

જેમાંથી 21 લાખ રોકાણકારોએ તેમના નાણાં રિડીમ કર્યા નથી

8 લાખે તેમની SIP એકવાર બંધ કરાવ્યા પછી ફરી શરૂ કરી નથી.

અડધાથી વધુ રોકાણકારો (56%) પાસે માત્ર એક ફંડ હાઉસનું એક્સ્પોઝર છે.

આ આંકડાઓ જ દર્શાવે છે કે, મ્યુચ્યુઅલ ફંડ્સને ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સને અપનાવનારા રોકાણકારો ક્યાં તો પુરતું જ્ઞાન ધરાવતા નથી અથવા તો તેમને તેમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તરફથી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવતું નથી. રોકાણકારોમાં એક રોષ એ પણ જોવા મળે છે કે, ઇન્સ્યોરન્સ એજન્ટની જેમ કેટલાંક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ પણ પોતાના કમિશનને જોઇને ઇન્વેસ્ટ કરાવવા પ્રયાસ કરતાં હોવાના કારણે રોકાણકારો ફિક્સમાં મૂકાઇ જતાં હોય છે.

યુવા રોકાણકારોમાં પણ જાગૃતિની છે જરૂરિયાત

સહસ્ત્રાબ્દી રોકાણકારોની સંખ્યા 2019માં 31 લાખથી વધીને 2022માં 56 લાખ થઈ છે જે કુલ રોકાણકારોના 28% છે. પરંતુ તેમાં પણ એવો સવાલ ઉઠે છે કે, શું યુવા રોકાણકારો પરિપક્વ છે? સાથે સાથે મહિલા રોકાણકારો એ બીજું ઊભરતું સેગમેન્ટ છે. માર્ચ 2017માં તેમની સંખ્યા 18 લાખથી વધીને માર્ચ 2022માં 55 લાખ થઈ ગઈ છે. તે જ રીતે NRI રોકાણકારોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. તેના પ્રતિબિંબ રૂપે 85,000 નવા ફોલિયો સાથે નાણાકીય વર્ષ 2022માં કુલ રૂ. 35,000 કરોડનું રોકાણ આવ્યું છે. પરંતુ આ સેગ્મેન્ટના રોકાણકારો માટે પણ યોગ્ય માર્ગદર્શનનો અભાવ રહ્યો છે.

ગ્રામિણ રોકાણકારો આજે પણ મ્યુચ્યુઅલ ફંડ્સથી અજાણ

મોટા શહેરોની સરખામણીએ ગ્રામિણ વિસ્તારના યુવા રોકાણકારો પૈકી 70 ટકા રોકાણકારો આજે પણ મ્યુચ્યુઅલ ફંડ્સ તેમજ એસઆઇપી વિશે જાણકારી ધરાવતાં નથી. આ સેક્ટરના રોકાણકારો પાસે ઇન્ટરનેટ, સ્માર્ટફોન્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ સારા માર્ગદર્શકો આજે પણ માત્ર શહેરી વિસ્તારોના રોકાણકારોને જ સાચવી રહ્યા છે. આ વિસ્તારોમાં જો ઇન્વેસ્ટમેન્ટ માટેનું પુરતું માર્ગદર્શન મળી રહે તો રોકાણકારોની આર્થિક સમૃદ્ધિમાં વધારો થઇ શકે તેમ છે.