બેંક ઓફ બરોડાએ ગાંધીનગરમાં GIFT સિટીમાં નવી, અદ્યતન સુવિધા સ્થાપી
Injeti Srinivas, Chairperson, International Financial Services Centres Authority (IFSCA) and Sanjiv Chadha, Managing Director & CEO, Bank of Baroda inaugurating the Bank’s new premises at GIFT IFSC, Gandhinagar
ગાંધીનગર, GIFT IFSC, 19 એપ્રિલ: બેંક ઓફ બરોડાએ GIFT સિટીમાં કામગીરી વધારવાના ઉદ્દેશ સાથે GIFT સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર બેંકિંગ યુનિટ (IFSCBU)નું ઉદ્ઘાટન આજે ગાંધીનગર સ્થિત GIFT IFSCમાં બ્રિગેડ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર ખાતે એના નવા અદ્યતન સંકુલમાં કર્યું છે. બેંક ઇન્ટરનેશનલ ટ્રેઝરી કામગીરી, એક સેન્ટ્રલાઇઝ ટ્રેડ ફાઇનાન્સ કેન્દ્ર અને કેપિટલ માર્કેટ્સ બિઝનેસ સ્થાપિત કરશે તથા GIFT IFSCમાં એની ફોરેન એક્સચેન્જ એન્ડ ડેરિવેટિવ્સ કામગીરીઓ વધારશે.
આ પ્રસંગે બેંકનાં IBUએ BSEના ઇન્ડિયા INX અને NSE IFSC એક્સચેન્જ પર મીડિયમ ટર્મ નોટ્સ (MTN)નું પણ લિસ્ટિંગ કરાવ્યું છે. બંને એક્સચેન્જ GIFT IFSCમાં આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ તરીકે કામ કરે છે.
આ નવા સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે બેંક ઓફ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સંજીવ ચઢાએ કહ્યું હતું કે, બેંક ઓફ બરોડા GIFT IFSCમાં સૌપ્રથમ પ્રવેશ કરનારી બેંકો પૈકીની એક હતી. અમે 24 નવેમ્બર, 2017ના રોજ અમારું ઓફશોર IFSC બેંકિંગ યુનિટ શરૂ કરીને અમારી સફર શરૂ કરી હતી, જે અત્યારે બેંકના કુલ આંતરરાષ્ટ્રીય વ્યવસાયમાં મહત્વપૂર્ણ પ્રદાન કરે છે.
ઉદ્ધઘાટન પ્રસંગે હાજર રહેલા મહાનુભાવો
નવી સુવિધા અને લિસ્ટિંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ના ચેરપર્સન ઇન્જેતી નિવાસ, GIFT સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ સીઈઓ તપન રે, બેંક ઓફ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સંજીવ ચઢા અને બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લલિત ત્યાગીની હાજરીમાં થયું હતું. આ લિસ્ટિંગ કાર્યક્રમમાં ઇન્ડિયા INX અને NSE IFSCના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
US, UK UAE પછી IFSC બેંકિંગ યુનિટ બેંકની 4થી સૌથી મોટી વિદેશી શાખા બની
હવે, યુ.એસ., યુકે અને યુએઈ પછી, IFSC બેંકિંગ યુનિટ બેંકની આંતરરાષ્ટ્રીય કામગીરીની 4થી સૌથી મોટી વિદેશી શાખા બની ગઈ છે. જે સ્થાનિક ધોરણે રિટેલ અને કોર્પોરેટ ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય બેંકિંગ સમાધાનોની રેન્જ પૂરી પાડે છે, જેમ કે ફોરેન કરન્સી કરન્ટ, સેવિંગ્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ્સ, એક્ષ્ટર્નલ કમર્શિયલ બોરોઇંગ લોન્સ, ટ્રેડ ફાઇનાન્સ સુવિધાઓ, ફોરન કરન્સીમાં લોન્સ/સિન્ડિકેશન લોન્સ અને નાણાકીય વ્યવહાર પર આધારિત ઇન્ટરનેટ બેંકિંગ સુવિધા. બેંક આઈબીયુમાં એનઆરઈ/એફસીએનઆર ડિપોઝિટ સામે લોન અને ડિપોઝિટ સામે લોન પણ ઓફર કરે છે.