મુંબઇ, ૧૯ એપ્રિલ: એકંદરે વેચવાલીનાં માનસ વચ્ચે હાજર બજારો નરમ રહેતા વાયદા પણ નરમ હતા. જોકે NCDEX ખાતે આજે શરૂ થયેલા ઇસબગુલ સીડનાં વાયદામાં કારોબારીઓના ઉત્સાહ વચ્ચે ૧૦૨ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. ગવાર ગમનાં વાયદા કારોબાર ૧૪૯ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૬૯ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે ધાણા, કપાસ તથા ઇસબગુલ ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, હળદર તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૨૩૬રૂ. ખુલી ૬૨૩૦ રૂ., દિવેલનાં ભાવ ૧૨૬૪રૂ. ખુલી ૧૨૬૪રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૦૨રૂ. ખુલી ૨૬૯૫રૂ., ધાણા ૬૨૧૨રૂ. ખુલી ૬૩૦૬રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૬૫૦રૂ. ખુલી ૫૪૯૦રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૦૦૦ રૂ. ખુલી ૧૧૦૦૦રૂ., જીરાનાં ભાવ ૪૦૧૭૫રૂ. ખુલી ૩૯૮૬૦રૂ., કપાસનાં ભાવ ૧૫૮૦.૦૦રૂ. ખુલી ૧૫૮૨.૦રૂ., સ્ટીલના ભાવ ૪૮૪૦૦ ખુલી ૪૮૨૪૦રૂ. અને હળદરનાં ભાવ  ૬૭૮૬ રૂ. ખુલી ૬૭૦૦રૂ. બંધ રહ્યા હતા.