Q2 Results: HDFC AMCનો નફો 20 ટકા અને આવક 18 ટકા વધી
અમદાવાદ, 12 ઓક્ટોબરઃ એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની (HDFC AMC)એ સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થતાં બીજા ત્રિમાસિકમાં ₹436.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 363.8 કરોડ સામે 20% (YoY) વધ્યો છે. HDFC AMCની આવક FY24ના Q2માં ₹544.7 કરોડથી 18.1% વધીને ₹643.1 કરોડ થઈ છે. જો કે, ત્રિમાસિક ધોરણે કંપનીનો ચોખ્ખો નફો 8.6% ઘટ્યો છે, જ્યારે 11.9% વધી છે.
એચડીએફસી એએમસીનો ઓપરેટિંગ નફો ₹467 કરોડ થયો છે. જે ગતવર્ષે ₹388.9 કરોડ હતો. ક્વાર્ટરલી એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (QAAUM) ગતવર્ષે બીજા ક્વાર્ટરમાં ₹4,29,300 કરોડની સરખામણીએ 8.1 ટકા વધી Q2FY24માં વધીને ₹5,24,700 કરોડ થઈ હતી.
એછડીએફસી એએમસીએ જણાવ્યું હતું કે, “ઇક્વિટી-ઓરિએન્ટેડ ફંડ્સમાં QAAUM એટલે કે ઇક્વિટી ઓરિએન્ટેડ QAAUM ઇન્ડેક્સ ફંડને બાદ કરતાં 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 12.4%ના બજાર હિસ્સા સાથે ₹2,861 અબજ નોંધાયું હતું. AMC દેશમાં સૌથી મોટા સક્રિય રીતે સંચાલિત ઇક્વિટી-ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ મેનેજરો પૈકીનું એક છે.”
ઇક્વિટી ઓરિએન્ટેડ QAAUM અને નોન-ઇક્વિટી ઓરિએન્ટેડ QAAUMનો ગુણોત્તર 58:42 છે. એચડીએફસી એએમસીએ સપ્ટેમ્બરમાં ₹2,240 કરોડના કુલ 58.6 લાખ એસઆઈપી ટ્રાન્જેક્શન નોંધાયા છે.
એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિ.નો શેર 0.14 ટકા ઘટી 2743.40ના સ્તરે બંધ રહ્યો હતો. જે ઈન્ટ્રા ડે 2779.95ની ટોચે પહોંચ્યો હતો. 52 વીક હાઈ 2798.45 અને લો 1595.25 છે.