બાર્બાડોસે ભારતીય પાસપોર્ટને અપનાવતા પ્રવાસ પસંદગીના કેન્દ્રિત દેશો બનશે

અમદાવાદ, 28 ઓક્ટોબર: આ વર્ષે દિવાળીની રજાઓમાં વિદેશ અને અફોર્ડેબલ પ્રવાસ માટે ભારતીયોની પહેલી પસંદ શ્રીલંકા અને બાર્બાડોસ બની શકે છે. કારણકે, શ્રીલંકાએ હાલમાં જ ફ્રી વિઝા સ્કીમ જાહેર કરી છે. બીજી બાજુ કેરેબિયન ફૂડ અને રમણીય સ્થળો માટે પ્રચલિત બાર્બાડોસમાં વિઝા વિના પ્રવાસ કરી શકાશે. તદુપરાંત આર્કિટેક્ચરિયલ ટ્રાવેલિંગ માટે કઝાકિસ્તાનની મુલાકાત પણ લઈ શકાશે. ઈન્ડિયન પાસપોર્ટ મજબૂતાઈ 2022માં 87માં ક્રમેથી વધી 2023માં 80માં સ્થાને પહોંચી છે. જેનાથી ભારતીયોને 57 દેશોમાં વિઝા વિના પ્રવેશ મળી શકશે.  

વિઝા વિના આ દેશોની મુલાકાત માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઇશે

માન્ય ઈન્ડિયન પાસપોર્ટ, ફ્લાઈટ અને રહેવાની સુવિધાની વિગતો, પૂરતુ ફોરેન એક્સચેન્જ, પાસપોર્ટ સાઈઝ ફોટો, રિટર્ન ટિકિટ, બેન્ક સ્ટેટમેન્ટ (3 માસ), હેલ્થ સર્ટિફિકેટ, કોવિડ-19 માટે વેક્સિન સર્ટિફિકેટ.

વિઝા ફ્રી દેશોમાં કેટલો સમય વિતાવી શકો છો…

ભારતીયો વિઝા ફ્રી દેશોમાં ઓછામાં ઓછું 1 સપ્તાહ થી વધુમાં વધુ 3 મહિના સુધી રહી શકે છે. જો કે, તે જુદા-જુદા દેશોના નીતિ નિયમોને આધારિત છે. બાર્બાડોસમાં 6 મહિના સુધી રહી શકો છો.

વિઝા ફ્રી એકમાત્ર યુરોપિયન દેશ આ લિસ્ટમાંથી બહાર

ભારતીયો માટે અત્યાર સુધી વિઝા વિના ફરવા લાયક એકમાત્ર યુરોપિયન દેશ સેરેબિયા હતો. જે હવે આ યાદીમાંથી બહાર થયો છે. હવે સેરેબિયાની મુલાકાત માટે વિઝા લેવા અનિવાર્ય છે.

સૌથી વધુ વિઝા વિના પ્રવાસ ખેડનાર મજબૂત પાસપોર્ટ

સિંગાપોર192 દેશો
જર્મની, ઈટાલી, સ્પેન190 દેશો
જાપાન, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ,
ફ્રાંસ, લક્ઝમબર્ગ, દક્ષિણ કોરિયા, સ્વીડન
189 દેશો
યુકે186 દેશો
USA184 દેશો

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ રેન્કિંગ જે-તે દેશના પાસપોર્ટ ધારકોને વિઝા વિના કેટલા સ્થળોએ જઈ શકે છે તેના પર આધારિત છે, મોટાભાગે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના ડેટા પર આધારિત છે. 80માં ક્રમે ભારતની સાથે અન્ય બે દેશો સેનેગલ અને ટોગો પણ સામેલ છે. અફઘાનિસ્તાન આ ઈન્ડેક્સમાં માત્ર 27 વિઝા-મુક્ત ઍક્સેસ સાથે તળિયે છે, ત્યારબાદ ઈરાક (29) અને સીરિયા (30), વિશ્વના ત્રણ સૌથી નબળા પાસપોર્ટ છે. હેનલી એન્ડ પાર્ટનર્સનાં ચેરમેન અને પાસપોર્ટ ઇન્ડેક્સ કોન્સેપ્ટના શોધક Christian H. Kaelin જણાવ્યું હતું કે વિશ્વભરમાં માત્ર આઠ દેશો પાસે એક દાયકા પહેલાની સરખામણીમાં આજે ઓછા વિઝા-મુક્ત એક્સેસ છે જ્યારે અન્ય લોકો તેમના માટે વધુ મુસાફરીની સ્વતંત્રતા મેળવવામાં વધુ સફળ થયા છે.

MIDDLE EASTOCEANIACARIBBEANASIAAMERICAS
IranCook IslandsBarbadosBhutanBolivia
JordanFijiBritish Virgin IslandsCambodiaEl Salvador
OmanMarshall IslandsDominicaIndonesia 
QatarMicronesiaGrenadaKazakhstan 
 NiueHaitiLaos 
 Palau IslandsJamaicaMacao (SAR China) 
 SamoaMontserratMaldives 
 TuvaluSt. Kitts and NevisMyanmar 
 VanuatuSt. LuciaNepal 
  St. Vincent and the GrenadinesSri Lanka 
        Trinidad and Tobago  Thailand   
   Timor-Leste 

AFRICA: Burundi, Cape Verde Islands, Comoro Islands, Djibouti, Gabon, Guinea-Bissau, Madagascar, Mauritania, Mauritius, Mozambique, Rwanda, Senegal, Seychelles, Sierra, Leone, Somalia, Tanzania, Togo, Tunisia, Zimbabwe