ASK Automotiveનો IPO તા.7 નવેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.268-282
IPO ખૂલશે | 7 નવેમ્બર |
IPO બંધ થશે | 9 નવેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ.2 |
પ્રાઇસબેન્ડ | રૂ.268-282 |
લોટ | 53 શેર્સ |
કુલ IPO સાઇઝ | 29571390 શેર્સ |
કુલ IPO સાઇઝ | ₹834 કરોડ |
લિસ્ટિંગ | BSE, NSE |
લિસ્ટિંગ | 20 નવેમ્બર |
BUSINESSGUJARAT.IN RATING | 8/10 |
અમદાવાદ, 3 નવેમ્બર: આસ્ક ઓટોમોટિવ લિ. તા. 7 નવેમ્બરના રોજ શેરદીઠ રૂ.2ની ફેસવેલ્યુ અને રૂ. 268-282ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 2,95,71,390 શેર્સના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે.
ઓછામાં ઓછા 53 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 53 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ સોમવાર, નવેમ્બર 06, 2023 હશે. ઇશ્યૂ તા. 9 નવેમ્બરે બંધ થશે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) પર લિસ્ટિંગ કરવાની યોજના છે.
IPOના લીડ મેનેજર્સઃ જેએમ ફાઇનાન્શિયલ, એક્સિસ કેપિટલ, ICICI સિક્યોરિટીઝ અને IIFL સિક્યોરિટીઝ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
કંપનીની 5 રાજ્યોમાં 15 ઉત્પાદન એકમો ધરાવે છે
કંપની ભારતમાં પાંચ રાજ્યોમાં ફેલાયેલા 15 ઉત્પાદન એકમો ધરાવે છે. ASK ઓટોમોટિવ લિમિટેડ એ ભારતમાં ટુ-વ્હીલર માટે એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ્સનું ઉત્પાદન કરે છે. તે દેશના વિવિધ ભાગોમાં સ્થિત તેની ઉત્પાદન સુવિધાઓ દ્વારા સ્વતંત્ર આફ્ટરમાર્કેટ અને નિકાસ બજારને પણ પ્રદાન કરે છે. કંપનીની ઉત્પાદન સુવિધાઓ IATF 16949:2016, ISO 9001:2015, ISO 14001:2015 અને ISO 45001:2018 સહિત ગુણવત્તા અને સલામતીમાં વિશ્વ-કક્ષાના પ્રમાણપત્રો ધરાવે છે.
કંપનીના પ્રતિષ્ઠિત ગ્રાહકોઃ HMSI, HMCL, Suzuki, TVS, Yamaha, Bajaj, Royal Enfield, Denso, Magneti Marelli, અને અન્ય જેવા ઓરિજિનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદકોને ASK ઓટોમોટિવ સપ્લાય કરે છે.
કંપનીની ઉત્પાદન શ્રેણી
(I) AB સિસ્ટમ્સ | (ii) એલ્યુમિનિયમ લાઇટવેઇટ પ્રિસિઝન(“ALP”) |
(iii) 2W OEM ને વ્હીલ એસેમ્બલી | (iv) સલામતી નિયંત્રણ કેબલ (“SCC”) |
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
Period | Jun23 | Mar23 | Mar22 | Mar21 |
Assets | 1443.34 | 1281.21 | 1105.56 | 948.25 |
Revenue | 657.55 | 2566.28 | 2024.26 | 1567.77 |
PAT | 34.83 | 122.95 | 82.66 | 106.20 |
Net Worth | 643.77 | 631.91 | 622.23 | |
Reserves | 639.03 | 604.34 | 591.73 | 581.54 |
Borrowing | 268.03 | 231.82 | 119.78 | 54.02 |
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં, AALની કુલ આવકો 1567.77 કરોડ, રૂ. 2024.26 કરોડ, 2566.28 કરોડ નોંધાઇ છે. જે સતત વૃદ્ધિનો ટ્રેન્ડ દર્શાવે છે. જ્યારે કંપનીનો ચોખ્ખો નફો અનુક્રમે રૂ. 106.20 કરોડ, રૂ. 82.66 કરોડ, રૂ. 122.95 કરોડ નોંધાયો છે. FY23માં જૂન Q1 માટેરૂ. 34.83 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો. અને કુલ આવક પર 657.55 કરોડ નોંધાવ્યા છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં કંપનીની સરેરાશ EPS રૂ. 5.32 અને સરેરાશ RoNW 16.75% નોંધાયા છે. 8.20ની P/BV અને 34.41ની NAV ઉપર આધારીત કંપનીના IPOની શેરપ્રાઇસ છે એનએવી તેની પોષ્ટ IPO ગણતરીમાં લીધેલી છે. છેલ્લા 3 વર્ષા પેટ માર્જિન અનુક્રમે 6.77% (FY21),4.08% (FY22), 4.79% (FY23) and 5.30% (Q1-FY24) નોંધાયા છે. જ્યારે RoACE margins અનુક્રમે 21.98%, 16.76%, 22.06% and 5.31% નોંધાયા છે.
ASK ઓટોમોટિવના IPO યોજવાના મુખ્ય ઉદ્દેશ્ય
કંપનીને ઑફરમાંથી કોઈ આવક પ્રાપ્ત થશે નહીં અને ઑફરના ભાગ રૂપે સંબંધિત સેલિંગ શેરધારકો દ્વારા વેચવામાં આવેલા ઑફર કરાયેલા શેરના પ્રમાણમાં, તમામ ઑફર પ્રક્રિયાઓ વેચનાર શેરધારકો દ્વારા પ્રાપ્ત થશે.
AAL એ એન્ડ્યુરન્સ ટેક્નો, યુનો મિન્ડા, સુપ્રજીત એન્જી. અને ભારત ફોર્જને તેમના લિસ્ટેડ હરીફો છે.
રોકાણકારો માટે સલાહઃ ફન્ડામેન્ટલ્સ અને કંપનીનો સમૃદ્ધ ક્લાયન્ટ બેઝ તેમજ સતત આકર્ષક વૃદ્ધિદર ઇશ્યૂને આકર્ષક બનાવી રહ્યા છે. શોર્ટ, મિડિયમ તેમજ લોંગટર્મ માટે એપ્લાય કરવા જેવો IPO.