અદાણી ટોટલ ગેસ અને INOXCVAએ LNG સાધનો અને સેવાઓ માટે સહયોગ સાધ્યો
અમદાવાદ, 6 ફેબ્રુઆરી: અદાણી ટોટલ ગેસ લિ. (ATGL) અને ગુજરાત સ્થિત વિશ્વની અગ્રણી ક્રાયોજેનિક લિક્વિડ સ્ટોરેજ, ડિસ્ટ્રિબ્યુશન અને રિ-ગેસ સોલ્યુશન્સ પ્રદાતાઓમાંની એક INOX India Ltd (INOXCVA)એ પરસ્પર સહયોગનો કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ATGL અને INOXCVA LNG અને LCNG સાધનો અને સેવાઓની ડિલિવરી માટે ભારતમાં LNG ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સહયોગની સંભવિત તકોને તારવીને તેનું અન્વેષણ કરવા માટે પરસ્પર “પસંદગીના ભાગીદાર”નો દરજ્જો આપશે.
પસંદગીના ભાગીદારો તરીકે ATGL પાસે અંતર્ગત પ્રોજેક્ટ સ્તરના ચોક્કસ લાભો હશે, જેમાં અદાણી ટોટલ ગેસને પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ અને એડવાન્સ શેડ્યુલિંગની ઍક્સેસ, LNG/LCNG સ્ટેશનો, LNG સેટેલાઇટ સ્ટેશનો, LNG ઇંધણ આધારીત પરિવહન તરીકે સ્થાનાંતરિત કરવા માટે સહયોગ કરવાની તકો માટે વિચારણા કરવા સહિત લોજિસ્ટિક્સ તેમજ ઉદ્યોગ માટે નાના પાયે પ્રવાહી હાઇડ્રોજન સોલ્યુશન્સ વિકસાવવાની બાબતનો સમાવેશ થાય છે.
નાના પાયાના એલએનજી પ્લાન્ટ્સ, એલએનજી સ્ટેશનો, ભારે વાહનોના એલએનજી ઉપર રૂપાંતર માટે સ્કેલની અર્થવ્યવસ્થા લાવવા, HSE તરફ શ્રેષ્ઠ પ્રયાસો વિકસાવવા સહિત બળતણ કાર્યક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા રૂપાંતરણ અને સેવાઓ તેમજ એલએનજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે બન્ને પક્ષોની કાર્ય કૂશળતાનો ફાયદો લેવા માટે બંને કંપનીની ભૂમિકા અને જવાબદારીઓને પરસ્પર સહયોગ કરારમાં આવરી લેવામાં આવી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)