કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રાઇટ્સ ઇશ્યૂમાં 15.11 કરોડ શેર્સ ઇશ્યૂ કરવાને મંજૂરી આપી છેકંપનીની તાજેતરમાં લોન્ચ કરાયેલ ડેનિમ બ્રાન્ડ, ઓરિજીનને બજારમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે
ફિક્કી-વઝીર એડવાઈઝર્સ રિપોર્ટ પ્રમાણે ભારતીય કાપડ-વસ્ત્રોનું બજાર 2030 સુધીમાં બમણું થઈને 350 અબજ ડોલર સુધી પહોંચશેકંપનીએ આવકમાં 13%ના 10 વર્ષના સીએજીઆર અને 13% ચોખ્ખા નફા સાથે વર્ષોથી મજબૂત નાણાંકીય પરિણામો દર્શાવ્યા છે

અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ જીન્સ, શર્ટિંગ ફેબ્રિક્સ, કોટન પ્રિન્ટેડ ફેબ્રિક્સ, હોમ ટેક્સટાઈલના ઉત્પાદન સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત ફાઈબર-ટુ-ફેશન બ્રાન્ડ, ગ્લોબ ટેક્સટાઈલ્સ (ઈન્ડિયા) લિમિટેડ ટૂંક સમયમાં રૂ. 49 કરોડ સુધીનો તેનો રાઇટ્સ ઇશ્યૂ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા, પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઇક્વિટી શેર હસ્તગત કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 29 જાન્યુઆરી, 2024ના રોજ જાહેરાત કરી હતી કે તે લાયક શેરધારકોને રૂ. 2ની ફેસ વેલ્યુના 15,11,41,500 ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે જેનું મૂલ્ય રૂ. 49 કરોડ સુધીનું હશે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને રાઈટ ઇશ્યૂ માટે રચાયેલ કમિટી નિયત સમયગાળામાં રાઈટ્સ ઇશ્યૂની કિંમત, એન્ટાઇટલમેન્ટ રેશિયો, રાઈટ્સ ઇશ્યૂ માટે રેકોર્ડ તારીખ જાહેર કરશે. કંપનીએ અધિકૃત શેર મૂડી રૂ. 48 કરોડથી વધારીને રૂ. 61 કરોડ અને કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં મૂડીની કલમમાં ફેરફારને મંજૂરી આપી છે.

1995માં સ્થપાયેલી ગ્લોબ ટેક્સટાઇલ (ઈન્ડિયા) લિમિટેડ એ અમદાવાદ (ગુજરાત) સ્થિત ફાઇબર-ટુ-ફેશન કંપની છે જે ડેનિમ જીન્સ, શર્ટિંગ ફેબ્રિક્સ, કોટન પ્રિન્ટેડ ફેબ્રિક્સ, હોમ ટેક્સટાઇલ સહિત ટેક્સટાઇલ અને એપેરલ પ્રોડક્ટ્સની સંપૂર્ણ શ્રેણીના ઉત્પાદન, સપ્લાય અને ટ્રેડિંગ સાથે સંકળાયેલી છે. તે એપેરલ પાર્કમાં આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે ગાર્મેન્ટિંગ માટે સમર્પિત શ્રેષ્ઠ ઉત્પાદન ક્ષમતા ધરાવતી ભવિષ્યલક્ષી ઉત્પાદન એકમનું સંચાલન કરે છે.

ફિક્કી-વઝીર એડવાઇઝર્સના અહેવાલમાં એવી આગાહી કરવામાં આવી છે કે ભારતીય કાપડ અને વસ્ત્રોનું બજાર 2030 સુધીમાં બમણું થશે, જે 2030 સુધીમાં 350 બિલિયન ડોલર સુધી પહોંચશે. 2022માં બજારનું કદ 165 બિલિયન ડોલરનું હતું જેમાં 125 બિલિયન ડોલરનું સ્થાનિક બજાર અને 40 બિલિયન ડોલરની નિકાસ સમાવિષ્ટ હતી. અંદાજિત 10% કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) સાથે, ભારતીય બજાર નોંધપાત્ર વિસ્તરણ માટે તૈયાર છે, જે ટેક્સટાઇલ અને એપેરલ ઉદ્યોગ માટે આશાસ્પદ ભાવિ દર્શાવે છે.

જીટીઆઈએલનો મુખ્ય બિઝનેસ નિકાસ/ઘરેલુ કાપડમાં છે. કંપનીએ આવકમાં 13%ના 10 વર્ષના સીએજીઆર અને 13% ચોખ્ખા નફા સાથે વર્ષોથી મજબૂત નાણાંકીય પરિણામો દર્શાવ્યા છે. સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે કંપનીએ રૂ. 2.81 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 234.78 કરોડની કામગીરીથી આવક નોંધાવી છે. નાણાંકીય વર્ષ 2023 માટે કંપનીએ રૂ. 4.5 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 399.4 કરોડની આવક નોંધાવી હતી. કંપનીને દાયકાઓથી વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં કાપડ અને વસ્ત્રોની સ્ટાર એક્સપોર્ટર તરીકે સફળતાપૂર્વક ઓળખવામાં આવે છે. કંપનીએ તેની લાઇસન્સ પ્રાપ્ત ડેનિમ બ્રાન્ડ, “ઓરિજીન” રજૂ કરી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)