અમદાવાદ, 26 માર્ચઃ ત્રણ દિવસના મિનિ વેકેશન બાદ શેરબજારોમાં સોમવારની શરૂઆત પોઝિટિવ ટોન સાથે થવાનો આશાવાદ બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. GIFT નિફ્ટીમાં 50.50 પોઈન્ટના સુધારા સાથે માર્કેટ માટે ઊંચી શરૂઆત સૂચવે છે. શુક્રવારની વાત કરીએ તો ઇન્ફર્મેશન ટેક્નોલોજીને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સમાં સુધારો રહ્યો હતો. સેન્સેક્સ 190.75 પોઈન્ટ્સ અથવા 0.26 ટકા વધીને 72,831.94 પર અને નિફ્ટી 84.80 પોઈન્ટ્સ અથવા 0.39 ટકા વધીને 22,096.80 પર હતો.

ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટી  22,124 અને 22,237 અને 22,351ના સ્તરે રેઝિસ્ટન્સનો સામનો કરી શકે છે. નીચામાં 21,940 અને 21,870 અને 21,756 પર તાત્કાલિક સપોર્ટ લઈ શકે છે.

સ્ટોક્સ ટૂ વોચઃરિલાયન્સઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, આઇટીસી, પેટીએમ, ટાટા પાવર, યસ બેન્ક, આયશર મોટર્સ, મેનકાઇન્ડ ફાર્મા, મારૂતિ, એનટીપીસી, આરવીએનએલ, અલ્ટ્રાટેક, ક્રોમ્પ્ટન, ICICIસિક્યુરિટીઝ

સેક્ટર્સ ટૂ વોચઃ આઇટી- ટેકનોલોજી, મેટલ્સ, બેન્કિંગ- ફાઇનાન્સ અને પસંદગીના પીએસયુ શેર્સ

વૈશ્વિક શેરબજારોમાં ડાઉ, નાસ્ડેક ઘટ્યા, એશિયાઇ બજારો સુધર્યા

ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 162.26 પોઈન્ટ્સ અથવા 0.41 ટકા ઘટીને 39,313.64 પર, S&P 500 15.99 પોઈન્ટ્સ અથવા 0.31 ટકા ઘટીને 5,218.19 પર અને Nasdaq Composite 44.367 ટકા ઘટીને 39,307.47 પોઈન્ટ આસપાસ રમતા હતા. જ્યારે એશિયન બજારો કોસ્પી 1.3 ટકા અને તાઈઆન વેઈટેડ 0.7 ટકા સાથે ઊંચા ટ્રેડિંગ કરી રહ્યા હતા, જ્યારે નિક્કી ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો હતો.

FIIની રૂ. 3309 કરોડની વેચવાલી સામે DIIની રૂ. 3764 કરોડની ખરીદી

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 3,309.76 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 22 માર્ચે રૂ. 3,764.87 કરોડના શેરની ખરીદી કરી હતી, એમ NSEના કામચલાઉ ડેટા દર્શાવે છે.

NSE પર F&O પ્રતિબંધ હેઠળ સ્ટોક

NSE એ બાયોકોન, સેઇલ, ટાટા કેમિકલ્સ અને ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસને 26 માર્ચ માટે F&O પ્રતિબંધ યાદીમાં જાળવી રાખ્યા છે. બલરામપુર ચીની મિલ્સ, ઇન્ડસ ટાવર્સ અને પિરામલ એન્ટરપ્રાઇઝિસને આ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)