દેવાના ડુંગર તળે દટાયેલી Vodafone Idea 18000 કરોડનો FPO 18 એપ્રિલે ખોલશે
અમદાવાદ, 13 એપ્રિલઃ દેવાના બોજા હેઠળ દટાયેલી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયાઆગામી તા. 18 એપ્રિલે રૂ. 18000 કરોડના એફપીઓ (ફોલોઓન પબ્લિક ઓફર) સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. એફપીઓ 22 એપ્રિલે બંધ થશે. કંપનીએ એફપીઓની શેરદીઠ પ્રાઈસ બેન્ડ રૂ. 10-11 નક્કી કરી છે. એન્કર બીડ 16 એપ્રિલે ખૂલશે. માર્કેટ લોટ 1298 શેર્સ અને તેના ગુણાંકમાં અરજી કરી શકાશે. ગ્રે માર્કેટમાં એફપીઓ માટે રૂ.1.40 આસપાસ પ્રિમિયમ બોલાતું હોવાનું, જોકે સોદા નહિં હોવાનું બજારવર્તુળોએ જણાવ્યું હતું.
એફપીઓ લાવવા પાછળનો ઉદ્દેશઃ કંપની નવી 4જી સાઈટ્સ સ્થાપિત કરવા અને વિસ્તરણ કરવા ઉપરાંત 5જી સેવાઓ શરૂ કરવા માટે જરૂરી ઈક્વિપમેન્ટની ખરીદી માટે કરશે. સ્પેક્ટ્રમની ચૂકવણી ઉપરાંત જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા કરશે. જેમાં ડોટને સ્પેક્ટ્રમ અને જીએસટીની ચૂકવણી કરી દેવામાં ઘટાડો કરશે.
લીડ મેનેજર્સઃ એફપીઓના લીડ મેનેજર્સ એસબીઆઈ કેપ્સ, એક્સિસ કેપિટલ અને જેફરીઝ છે. આ દેશનો સૌથી મોટો એફપીઓ રહેશે.
હાલમાં જ 2075 કરોડનું ફંડ એકત્ર કર્યુ
કંપની બોર્ડે 27 ફેબ્રુઆરીએ ઈક્વિટી મારફત રૂ. 20 હજાર કરોડનું ફંડ એકત્ર કરવા મંજૂરી આપી હતી. જેમાં હાલમાં જ તેની પ્રમોટર કંપની ઓરિયાના ઈન્વેસ્ટમેન્ટ પીટીઈ લિ.ને પ્રેફરેન્શિયલ શેર્સ ઈશ્યૂ કરી રૂ. 2075 કરોડનું ફંડ એકત્રિત કર્યું હતું. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 14.87 હતી. આ સિવાય કંપની ડેટ ફંડિંગ માટે બેન્કો સાથે પણ બેઠકો કરી રહી છે. કંપની ઈક્વિટી અને ડેટ મારફત કુલ રૂ. 45 હજારનુ ફંડ એકત્ર કરવા માગે છે.
FY26 સુધી મંદી જળવાઈ રહેશે
બ્રોકરેજ ફર્મ CLSAએ વોડાફોન આઈડિયાના સબ્સક્રાઈબર્સની સંખ્યા છેલ્લા 12 માસમાં 1.7 કરોડ ઘટી છે. તેની કેપેક્સ અને 5જી સેવાઓ શરૂ કરવાની વિસ્તરણ યોજના વચ્ચે વોડાફોન આઈડિયા 2025-26 સુધી નાણાકીય કટોકટીનો સામનો કરી શકે છે. જો સરકાર તેનું દેવુ ઈક્વિટીમાં તબદીલ નહીં કરે તો મોરેટોરિયમ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તેના સ્પેક્ટ્રમ અને એજીઆરની બાકી 4 અબજ ડોલરે પહોંચશે.
શેર એક વર્ષમાં બમણો થયો
વોડાફોન આઈડિયાનો શેર છેલ્લા એક વર્ષમાં તેજી સાથે આગળ વધી રહ્યો છે. 12 માસમાં ભાવ લગભગ બમણો થયા બાદ અત્યારસુધીમાં 30 ટકા સુધી કરેક્શન નોંધાઈ ચૂક્યું છે. 12 એપ્રિલે તેના એફએન્ડઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)