અમદાવાદ, 23 એપ્રિલ:

સેન્સેક્સ અને નિફ્ટીએ ગત સપ્તાહે મોટો કડાકો નોંધાવ્યા બાદ છેલ્લા 3 દિવસથી સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સે છ ટ્રેડિંગ સેશન બાદ આજે ફરી 74 હજારની સપાટી પાછી મેળવી છે. વિવિધ બ્રોકરેજ ફર્મ્સે બજારની ચાલને આધારે ઈન્ડસ ટાવર, એસબીઆઈ કાર્ડ્, ગેઈલ અને બજાજ ફાઈનાન્સના શેરો પર નજર રાખવા સલાહ આપી છે. આવો જાણીએ…

Indus Tower પર CLSAની ભલામણ

રેટિંગઃબાય
ટાર્ગેટઃરૂ. 450

કારણ: વોડાફોન આઈડિયાનો એફપીઓ સફળ રહેતાં ફંડિંગની મદદથી ઈન્ડસ ટાવરને ટેકો મળશે. વોડાફોન 48000 4જી-5જી સાઈટ્સના વિસ્તરણ પર ઝડપી કામ રહ્યું છે. પરિણામે 2025-26માં 1-9 ટકા સુધીનો બિઝનેસ ગ્રોથ નોંધાશે. છેલ્લા એક વર્ષમાં શેર 150 ટકા વધ્યો છે. જો કે, ગ્લોબલ ટાવર કંપનીઓની તુલનાએ ભાવ ડિસ્કાઉન્ટે હોવાથી તેજીની શક્યતા વધુ છે.

SBI Cards પર Morgan Stanleyની ભલામણ

રેટિંગ:Equal-Weight
ટાર્ગેટઃરૂ. 750

કારણઃ કંપનીનો માર્ચમાં સ્પેન્ડિંગ ગ્રોથ 20 ટકા રહ્યો છે. જે ફેબ્રુઆરીમાં 26 ટકા હતો. વાર્ષિક ધોરણે સ્પેન્ડિંગ ગ્રોથ ઘટ્યો છે. કોર્પોરેટ સ્પેન્ડિંગ અંગે આરબીઆઈની નોટિફિકેશન બાદ ગ્રોથ પર અસર જોવા મળી શકે છે.

GAIL પર Morgan Stanleyની ભલામણ

રેટિંગ:ઓવર વેઈટ
ટાર્ગેટઃરૂ. 254

કારણઃ કંપનીએ નવી પાઈપલાઈન ક્ષમતામાં રોકાણ કર્યું છે. જીએસપીએલની તુલનાએ નેટવર્ક વિસ્તરણ વધ્યુ છે. નેટવર્ક યુટિલાઈઝેશનના આશરે 95 ટકા થયું છે. પાઈપલાઈન ટેરિફ સંદર્ભે કોઈ ફેરફાર થયા નથી.

Bajaj Finance પર UBSની ભલામણ

રેટિંગઃવેચો
ટાર્ગેટઃરૂ. 6800

કારણઃ બજાજ હાઉસિંગ ફાઈનાન્સને સંભવિત લિસ્ટિંગથી કોઈ ફાયદો નહિં મળે. સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીની બિઝનેસ પ્રોફાઈલ નબળી પડી છે. કમાણી ઘટી છે. તે જોતાં શેરમાં ઘટાડાની ચાલની સંભાવના વધી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)