બજેટ ડેઃ ઇવેન્ટ બેઝ્ડ લોંગટર્મ ટેકનો- ફન્ડામેન્ટલ્સ મુજબ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ગોઠવો
અમદાવાદ, 22 જુલાઇઃ યુનિયન બજેટ 2024ના આગલાં દિવસે માર્કેટમાં સાવચેતીનો સૂર અને ઉત્સુકતાનો માહોલ રર્યો હતો. મંગળવારે બજેટને અનુલક્ષીને લાંબાગાળાના ટેકનો- ફન્ડામેન્ટલ્સને ધ્યાનમાં રાખીને લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી માટેનો દિવસ ધ્યાનમાં રાખવાનો રહેશે. મંગળવારે મોટાભાગે તો કેવી જાહેરાતો થાય છે. તેની ઉપર માર્કેટની શોર્ટટર્મ ચાલનો મદાર રહેશે. સામાન્ય રોકાણકારોએ આવેશમાં આવીને ખરીદી- વેચાણના જોખમી નિર્ણયોથી દૂર રહેવું અને બજેટની દરખાસ્તો નિષ્ણાતોની નજરે ક્લિયર થયા પછી બજારની ચાલને અનુસરવાની સલાહ બજાર નિષ્ણાતો આપી રહ્યા છે.
ટેકનિકલ દ્રષ્ટિએ લાંબા ગાળાના ચાર્ટને ધ્યાનમાં રાખીએ તો સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળે તેવી શક્યતા નથી, જો કે મોટી ઘટનાને કારણે નજીકના ગાળાની અસ્થિરતા છે. ઇન્ડેક્સે ક્લોઝિંગ ધોરણે 24,500નો બચાવ કર્યો હતો, જે જો ક્લોઝિંગ ધોરણે નિર્ણાયક રીતે તોડવામાં આવે તો ડાઉનસાઇડ પર જોવા માટે 24,000નું સ્તર બનાવશે. જોકે, 25,000 તરફ આગળ વધવા માટે 24,860 એ મુખ્ય અવરોધ છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
નિફ્ટી દિવસ દરમિયાન 24,595-24,362 ની રેન્જમાં ટ્રેડ થયો હતો અને 22 પોઈન્ટ ઘટીને 24,509 પર બંધ થયો હતો, જે દૈનિક ચાર્ટ પર અપર અને લોઅર શેડો સાથે બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવે છે, જે અસ્થિરતા દર્શાવે છે. મોમેન્ટમ સૂચકાંકો RSI (રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) અને MACD (મૂવિંગ એવરેજ કન્વર્જન્સ ડાયવર્જન્સ) એ નકારાત્મક ટ્રેન્ડ નોંધાવ્યો હતો.
બજેટની જાહેરાતને જોતાં વોલેટિલિટી વધુ રહેવાની ધારણા છે. માસિક ઓપ્શન્સ ડેટા એ પણ સંકેત આપે છે કે નિફ્ટી માટે 24,000 નિર્ણાયક ટેકો બનવાની ધારણા છે, જ્યારે 24,800-25,000 પ્રતિકારક ક્ષેત્ર હોવાની શક્યતા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)