ટોટો ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં ઉત્પાદનનાં 10 વર્ષની ઉજવણીઃ વ્યૂહાત્મક વિસ્તરણ
40 નવી ચેનલ પાર્ટનરોનો ઉમેરી કરીને 2024માં વિતરણ નેટવર્ક વિસ્તારવાની યોજના
ગુજરાત, 21 ઓગસ્ટઃ એક દાયકાની ઉજવણીના ભાગરૂપ ટોટો ઈન્ડિયા દ્વારા ગુજરાતના હાલોલમાં તેના અત્યાધુનિક ઉત્પાદન એકમની 10મી એનિવર્સરી મનાવવામાં આવી હતી. ઓગસ્ટ 2014થી ટોટો ઈન્ડિયાનું હાલોલ એકમ જાપાની ગુણવત્તાનાં ધોરણોનું પાલન કરતાં ઉત્પાદોનું ઉત્પાદન કરે છે અને 400 ટકાથી વધુ આઉટપુટ સાથે કંપનીની વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપે છે. લગભગ 1200 કર્મચારીઓને રોજગાર આપ્યો છે, જેમાં સ્થાનિક સમુદાયમાંથી 80 ટકા છે, જે સાથે એકમ પ્રાદેશિક વિકાસ અને રોજગાર પ્રત્યે બ્રાન્ડની કટિબદ્ધતા દર્શાવે છે.
“ભારત ટોટો માટે વ્યૂહાત્મક બજાર છે અને અમને તેની ભરપૂર વૃદ્ધિની સંભાવના વિશે ખુશી છે,” એમ ટોટો ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શિયાઝાવા કાઝુયુકીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, અમારું લક્ષ્ય અમારું ડીલર નેટવર્ક વિસ્તારીને ટિયર-2 અને ટિયર 3 શહેરોમાં અમારી પકડ મજબૂત બનાવવાનું છે અને વિવિધ ગ્રાહક અગ્રતાઓને પહોંચી વળવા માટે પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી રજૂ કરવાનું છે. આ ઈવેન્ટમાં પ્રોડક્ટ નાવીન્યતા અને વૃદ્ધિની ગતિ દર્શાવવામાં આવી હતી.
ટોટો ઈન્ડિયા તેની પ્રાદેશિક હાજરી વધારવાની અને તેના ઓથોરાઈઝ્ડ ચેનલ પાર્ટનર (એસીપી) અને ઓથોરાઈઝ્ડ ચેનલ ડીલર (એસીડી) પ્રોગ્રામ થકી તેનું ડીલરશિપ નેટવર્ક મજબૂત બનાવવા માગે છે. ભારતીય ગ્રાહકોની વધતી રુચિને પહોંચી વળવા માટે ટોઈલેટ્સ, બસિન્સ, ફોસેટ્સ, શાવર્સનું નવું કલેકશન રજૂ કરવા માટે સુસજ્જ છે. તેની ઉત્પાદન શક્તિ, નાવીન્યપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયો જોડીને અને ડીલર નેટવર્ક વિસ્તારીને ટોટો ભારતમાં પ્રીમિયમ બાથરૂમ સોલ્યુશન્સ માટે અગ્રતાની પસંદગી બનવાનું લક્ષ્ય ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)